Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

પેલેસથી દાદાના પાર્થીવ દેહનેઅંતિમ મંજીલે લઇ જવાયો... બંદુકોએ ધાંય...ધાંય...થી આપી સલામીઃ પોલીસ અશ્વદળ પાલખીયાત્રાની 'એસ્કોર્ટ'માં રહયું

રાજકોટઃ આજે સવારે સાડા દસ વાગ્યા આસપાસ રણજીત વિલાસ પેલેસ ખાતેથી ગુજરાતના રાજકારણના એક સમયના દિગ્ગજ નેતા અને પુર્વ રાજવી મનોહરસિંહજી પ્રદ્યુમનસિંહજી જાડેજા (દાદા)નો નશ્વર દેહ પાલખીયાત્રા રૂપે અવ્વલ મંજીલ તરફ લઇ જવાતો પ્રથમ તસ્વીરમાં નજરે પડે છે. યુવરાજ માંધાતાસિંહજી અને કુંવર જયદીપસિંહજી (રામરાજા) દાદાના પાર્થીવ દેહને કાંધ આપતા નજરે પડે છે. બીજી તસ્વીરમાં રાજકોટ ભાજપના અગ્રણીઓ અંજલીબેન વિજયભાઇ રૂપાણી, નિતીનભાઇ ભારદ્વાજ, ધનસુખભાઇ ભંડેરી, કમલેશ મિરાણી, ભીખાભાઇ પટેલ, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા અંતિમ દર્શન માટે આવેલા નજરે પડે છે. ત્રીજી તસ્વીરમાં પોલીસ બેન્ડ શોકમય સુરાવલી રેલાવી રહયું છે. નીચેની તસ્વીરમાં પોલીસ અશ્વદળ અંતિમયાત્રાના એસ્કોર્ટ માટે તૈયારી કરી રહેલું અને અંતિમયાત્રા રવાના થઇ ત્યારે ૯ બંદુકોના ફાયરીંગથી રાજવી પરંપરા મુજબ  સલામી અપાઇ તે નજરે પડે છે. (ફોટોઃ સંદીપ બગથરીયા)

 

(12:05 pm IST)