Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

દેશ - વિદેશમાં પથરાયેલા રાજકોટવાસીઓને અપીલ

રાષ્‍ટ્રીય શાળાને દીપાવવાના સૂચનો આપો અને આર્થિક સહયોગ પણ કરો : જીતુ ભટ્ટ

રાજકોટ તા. ર૮ : રાજકોટની ઐતિહાસિક ધરોહર રાષ્‍ટ્રીય શાળાના મેનેજિંગ ટ્રસ્‍ટી જીતુભાઇ ભટ્ટે જણાવ્‍યું હતું કે આ ધરોહરનું રીનોવેશન ચાલી રહ્યું છે પ્રવૃત્તિઓને પણ ફરી ધમધમતી કરીને  સંકુલને લોકભોગ્‍ય બનાવવા સંકલ્‍પ કર્યોછે દેશ-વિદેશમાં પથરાયેલા વતનપ્રેમી-ગાંધીપ્રેમી રાજકોટવાસીઓને અમે આપીલ કરીએ છીએ કે, આ ઐતિહાસિહ ધરોહર શ્રેષ્‍ઠત્તમરૂપે ઝગમગે અને વધારેમાં વધારે લોકભોગ્‍ય બને તેવા સૂચનો અમોને આપો.

ઉપરાંત સંકુલનું મોટાપાયે રીનોવેશન ચાલી રહ્યું છે કેન્‍દ્ર સરકારે સહયોગ આપ્‍યો છે.ગુજરાત સરકાર પણ સકારાત્‍મક છે. દેશ-વિદેશમાં ધબકતા રાજકોટવાસીઓ પણ આ સંકુલ માટે આર્થિક સહયોગ કરે તેવી વિનંતી છે. જીતુભાઇ ભટ્ટનો સંપર્ક મો.૯૮ર૪ર ૧૧૧૪૧ નંબર પર થઇ શકે છે.

જીતુભાઇ કહે છે કે, મુખ્‍યમંત્રીને અમે રજુઆતમાં જણાવીશું કે, આવનારા બે વર્ષમાં શતાબ્‍દીના શિખરે રાષ્‍ટ્રીયશાળા દર્શન થશે. સંસ્‍થાએ કેટલીક સારી નરસી ઘટનામાંથી પસાર થવાનું બન્‍યું છે.તેમ છતાં સંસ્‍થાની અસ્‍તિત્‍વના અખંડ રહી છે. તેમજ સને ૧૯રપમાં તૈયાર થયેલું વિશાળ મકાન ભૂકંપની થપાટ સહીને અડીખમ રહ્યું છે. સરકારશ્રી કે અન્‍ય કોઇ તરફથી સંસ્‍થાને ગ્રાંટ પણ મળતી નથી. હાલમાં ભારત સરકારે ગાંધી સકિટનું આયોજન કર્યુ છે. તેમાં રાષ્‍ટ્રીયશાળાનો સમાવેશ કરીને ગ્રાઉન્‍ડમાં રૂા. ૧,રર,૦૦૦,૦૦ ના ખર્ચે બ્‍લોક બેસડવાનું તેમજ મુખ્‍ય બિલ્‍ડીંગ અને પૂ. બાપુએ જયાં ઉપવાસ કરેલા ખંડનું અલગથી નવનિર્માણ થઇ રહ્યું છે તે રાજકોટ શહેર માટે અતિ આનંદની વાત છે.

પરંતુ રાષ્‍ટ્રીયશાળા સંચાલિત કુમાર મંદિર, સંગીત, વિદ્યાલય, કાંતણ પરિશ્રમાલય તેમજ થોડા વર્ષો પહેલાં ખૂબ કાર્યક્રમો થતા તે રંગદર્શન સાવ બિસ્‍માર હાલતમાં છે. બધા જ મકાનોની છતમાં ચુનાનો ઉપયોગ થવાથી અત્‍યારે એની પકડ ઢીલી થઇ જવાથી ચોમસામાં પાણીનાં ખાબોચીયા થઇ જાય છ.ે ઉપરોકત મકાનો વ્‍યવસ્‍થિત સમારકામ માંગે છે. તેમજ રંગદર્શનને રીનોવેટ કરી એમાં પૂ. ગાંધીજીની ડોકયુમેન્‍ટ્રી તથા જીવન ચરિત્રનાં ‘‘લેઝર શો'' રોજબરોજ દર્શાવવા માટેનું આયોજન કરેલ છે ગાંધીનગર ખાતે ગાંધીજીનાં આદર્શોને પરીપૂર્ણ કરવા માટે વડાપ્રધાન માન.શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ શ્રી મહાત્‍મા ગાંધી મંદિર બનાવેલ છે, તેવું જ રાષ્‍ટ્રીય શાળા સ્‍થિત રંગદર્શનને શ્રી મહાત્‍મા ગાંધી મંદિર બનાવવાની અમરી ઇચ્‍છા છે.હાલમાં જ રીનોવેશનની કામગીરી થઇ રહેલ છે જે પણ ત્રણ-ચાર માસમાં પૂર્ણતાને આરે હશે.

આપશ્રીને અમારા ટ્રસ્‍ટીમંડળ તરફથી નમ્ર અરજ કરીએ છીએ કે હાલમાં જે રીનોવેશનનું કાર્ય સરકારશ્રી તરફથી થઇ રહ્યું છે તેમાં આપશ્રી થોડું વધારે રકમનું બજેટ ફાળવી આપશો તો પૂ. ગાંધીબાપુએ ઉભી કરેલ રાષ્‍ટ્રીયશાળાનું મોડેલ એક ગાંધીદર્શનનાં સ્‍થળ તરીકે ઉભરી આવશે. એસ્‍ટીમેન્‍ટ પ્રમાણે, બહારથી આવનાર પ્રવાસીઓ માટે બેઠક વ્‍યવસ્‍થા ખર્ચ, અગાઉના બાંધકામનો રીનોવેશન કરાવવાનો ખર્ચ, પાણી ટોઇલેટ સુવિધા ખર્ચ,ઇલેકટ્રીક લાઇટ ખર્ચ, ‘‘લેઝર શો'' ખર્ચ, હેરીટેજ ગ્રીલ, હેરીટેજ એન્‍ટ્રન્‍સ ગેઇટ (ર), રંદર્શનને શ્રી મહાત્‍મા ગાંધી મંદિર બનાવવાનો ખર્ચ, વગેરેનો ખર્ચ -૭,ર૩,૦૦,૦૦૦/- મનાય છે.

જે ખર્ચ છે તે અંદાજે આપેલ છે તે અમારી સમજણ પ્રમાણે લગભગ અંદાજો મૂકેલ છે તેમ છતાં સરકારશ્રી તેમના લેવલે આ બાબતમાં નિષ્‍ણાંતો મારફત સ્‍થળ નિરીક્ષણ કરી અને ખરેખર વાસ્‍તવિક ખર્ચનો અંદાજ જો કાઢે વધારે યોગ્‍ય રહેશે તેવું મારૂં માનવું છે. શ્રી ભટ્ટ કહે છે કે, રાજકોટ શહેરમાં રાષ્‍ટ્રીયશાળાએ સ્‍વતંત્ર સંગ્રામની જે તે સમયે પૂ.ગાંધીબાપુએ કરેલી અહિંસક  લડત એક ઐતિહાસિક સ્‍થળ અને સ્‍મારક પણ છે. ત્‍યારે રાજકોટનાં પ્રતિનિધિ તરીકે અને રાજકોટ શહેરના લોકો અને અમો જયારે ગુજરાત રાજયનાં મુખ્‍યપ્રધાન પદે બિરાજમાન છે ત્‍યારે અમારી ઉપરોકત અપેક્ષા છે અને લાગણી પણ છે. મૂખ્‍યમંત્રી સહાનુભૂતિપૂર્વક વિચારી યોગ્‍ય તે ઘટતું કરવા આપશ્રીને નમ્ર વિનંતી અમે કરી શું.

(11:13 am IST)