Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

વિજયભાઇ રૂપાણીનું સકારાત્‍મક વલણઃ જીતુભાઇ ભટ્ટ

રાષ્‍ટ્રીય શાળાના ટ્રસ્‍ટીઓ દ્વારા ગુજરાત સરકારને વિધિવત રજૂઆત થશેઃ રીનોવેશનનું સવા સાત કરોડનું એસ્‍ટીમેન્‍ટ

રાજકોટ તા.૨૮: રાષ્‍ટ્રીય શાળા સંકુલને ધમધમતું-ઝગમગતું કરવા માટે દ્રઢ સંકલ્‍પ કરનાર મેનેજિંગ ટ્રસ્‍ટી જીતુભાઇ ભટ્ટે કહયું હતું કે, અમને આનંદ છે કે, ગાંધી સ્‍મૃતિને જીવંત રાખવામાં કેન્‍દ્ર સરકારનો સહયોગ શરૂ થઇ ગયો છે અને ગુજરાત સરકારે સકારાત્‍મક વલણ દાખવ્‍યું છે.

ગાંધીવાદી પરિવાર માંથી આવતા જીતુભાઇએ સકારાત્‍મક રાજનીતિનું ખેડાણ પણ કર્યુ છે. કોંગ્રેસના આ અગ્રણીએ કયારેય વ્‍યકિતગત આક્ષેપો-વિવાદો કર્યા નથી. તેઓ કહે છે કે, રાજકોટના નેતા મુખ્‍ય પ્રધાન બને એ શહેરનું -સોરાષ્‍ટ્રનું ગોૈરવ ગણાય. મુખ્‍ય પ્રધાન વિજયભાઇ રૂપાણી રાજકોટ-સોૈરાષ્‍ટ્રની લાગણી સભર સેવા કરી રહયા છે. રાષ્‍ટ્રીય શાળાના રીનોવેશનમાં પણ વિજયભાઇનું વલણ સકારાત્‍મક રહયું છે.

રાષ્‍ટ્રીય શાળા-સંકુલમાં ટોટલ ખર્ચ રૂા. સવા સાત કરોડનો છે. આ અંગે ટ્રસ્‍ટી મંડળ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીને વિધિવત રજૂઆત કરનાર છે.

(11:11 am IST)