Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

મનોહરસિંહજીનું રાજકિય વ્યકિતત્વ પણ ચુંબકીય હતું : ઇન્દિરાજી અને ગાંધી - નેહરૂ પરિવાર તેમની ક્ષમતાને પારખી ગયા હતા

દાદા આગળ આજે 'સ્વર્ગસ્થ' લાગી ગયું છે પરંતુ રાજકીય, સામાજિક ક્ષેત્રે તેમના નામ આગળ કદી સ્વ. લાગવાનું નથી. રજવાડી જુસ્સો, વિવેક, શાલીનતા અને જ્ઞાનના અદ્ભૂત ભંડાર સમા દાદાનું રાજકિય વ્યકિતત્વ કેટલું મોટું હતું તે પ્રસ્તુત તસ્વીરોમાંથી આવનારી પેઢી જાણી શકશે. સર્વકાલિન સક્ષમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને ગાંધી નહેરૂ પરિવાર તેમની ક્ષમતા ભલીભાતી પારખી ગયું હતું. અપક્ષ તરીકે બબ્બે વખત ધારાસભ્ય ચૂંટાયા બાદ તેમનો ૧૯૭૧ આસપાસ કોંગ્રેસ પ્રવેશ થયો હતો. કોંગ્રેસમાં તેમનું વજન છેક સુધી રહ્યું હતું. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - ગુજરાતમાં 'દાદાની કોંગ્રેસ'નું અસ્તિત્વ જ અલગ હતું. તસ્વીરમાં ઇન્દિરા ગાંધીજી, દિગ્વિજયસિંહ, નરસિમ્હા રાવ, માધવસિંહજી સોલંકી, અહેમદ પટેલ અને છેલ્લે વર્તમાન વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી રાજવી પરિવારના પ્રસંગમાં હાજરી આપવા આવ્યા ત્યારે દાદા સાથે હળવી  પળોમાં ગોષ્ઠી કરતા નજરે પડે છે.

(10:04 am IST)