Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

મ્યુ. કોર્પોરેશન દ્વારા કાલે નેશનલ સ્પોર્ટસ ડેનિમિત્તે બેડમિન્ટન સ્વીમીંગ સ્પર્ધા

બન્ને સ્પર્ધાના ૩૮પ ખેલાડીઓ કૌવત દેખાડશે : સવારે ૯ વાગ્યે રેસકોર્ષ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પ્રદેશ ભાજપ અગ્રણી નિતિનભાઇ ભારદ્વાજના હસ્તે ઉદ્ઘાટન

રાજકોટ, તા. ર૮ : મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની તથા સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન આશિષભાઈ વાગડિયા એક યાદીમાં જણાવે છે કે, આવતીકાલે તા.૨૯ ઓગસ્ટના રોજ નેશનલ સ્પોર્ટ્સ ડે. નિમિત્ત્।ે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્રી વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે નોંધાયેલ બેડમિન્ટનના સભ્યશ્રીઓ માટે બેડમિન્ટન સ્પર્ધા તેમજ રાજકોટ મહાનગરપાલિકાનાં સ્નાનાગારોના જાણકાર કેટેગરીના સભ્યો વચ્ચે સ્વીમિંગ સ્પર્ધા યોજવામાં આવેલ છે. જેમાં બન્ને સ્પર્ધામાં ૩૮પ સ્પર્ધકોએ ભાગ લીધો છે.       

આ અંગે તેમની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ  આ સ્પર્ધાનુ દીપ પ્રાગટ્ય  તથા શુભારંભ કાર્યક્રમ વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સવારે ૯ કલાકે પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર તેમજ જુદી જુદી કમિટીઓના ચેરમેનશ્રીઓ તથા કોર્પોરેટરશ્રી, અધિકારીશ્રીઓ વિગેરે ઉપસ્થિત રહેશે.

બેડમિન્ટન સ્પર્ધામાં ભાગ લેવા માટે અંદાજે ૧૨૫ અરજીઓ જયારે સ્વીમિંગ સ્પર્ધામાં ભાગ લેવા માટે અંદાજે ૨૬૦ અરજીઓ આવેલ છે.(૯.૧૬)

(4:23 pm IST)