Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

આમ આદમી પાર્ટી મહીલા મોરચા દ્વારા સદસ્યતા અભિયાન

 શહેર મહિલા મોરચા દ્વારા સદસ્યતા અભિયાન તેમજ વોર્ડ વાઇઝ મહિલા સંગઠનની રચના કરવા જન સંવેદના મુલાકાત અંતર્ગત બેઠક યોજવામાં આવી હતી. આ તકે શહેર મહિલા મોરચાના પ્રમુખ રાજલબેન ગઢવી, મહામંત્રી તનુજાબેન દોશી, હર્ષાબેન શેઠ, ગીતાબા જાડેજા, ખેરૂનબેન ભુવડ, મોસમીબેન કલ્યાણી, શ્રધ્ધાબેન પુજારા, અર્ચનાબેન કથીરીયા, દર્શનાબેન રાવલ, ચંદ્રીકાબેન ખુંટ, શકિનાબેન લોટીયા, જયશ્રીબેન, જાગૃતીબેન પરમાર, પ્રભાબેન પાણખાણીયા, હંસાબેન ધમ્મર, નિર્મળાબેન ચાંડપા, લાભુબેન રૈયાણી, ઇલાભારતીબેન અંજારીયા, નિતાબેન માકડીયા, હેતલબેન જોષી, સોનલબેન મહેતા, જયશ્રીબેન સાગઠીયા, મીનાબેન સરવૈયા તેમજ ૫૦ થી વધારે બહેનો ઉપસ્થિત રહ્યા હતા. તેમ શહેર અધ્યક્ષ શિવલાલ પટેલની યાદીમાં જણાવાયુ છે. 

(4:03 pm IST)