Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

અતિતની યાદ....

પૂ. હરીપ્રસાદ સ્વામી અને નાટક 'સંત વચન હિતકારી'

દેશ-વિદેશથી પધારેલી લગભગ ૫૦ થી ૭૫ હજારની મેદની આ પ્રકાશ અને ધ્વનિના મહાનાટકને તાલીઓથી વધાવતી હતી એ વખતે પૂ. હરીપ્રસાદ સ્વામીજી પણ ગદગદ થઇ કલાકારોને સતત વધામણી આપતા રહેતા હતા

હરીધામ સોખડા સ્વામીનારાયણના સંત તથા યોગી ડીવાઇનના પ્રણેતા પૂ. હરીપ્રસાદ સ્વામીના અક્ષર નિવાસી દુઃખદ ઘટના તા.૨૬ના રોજ બની, એ વેળાએ આજથી પંદર વર્ષે પૂર્વે સોખડા ખાતે તા.૨ થી ૪ ફેબ્રુ, એમ ચાર દિવસનો અક્ષર પુરૂષોતમ યુગલ ઉપાસના શતાબ્દિ મહોત્સવ યોજાયો હતો. તે વખતે શ્રી નલીનભાઇ ઝવેરીની વ્યવસ્થા સંચાલન અને  માર્ગદર્શનમાં રજુ થયેલ નાટક 'સત વચન હિતકારી'ની યાદ સ્મરણ પર આવી બેસી ગઇ અને એય તે એટલા માટે કે એ વખતે પૂ. હરીપ્રસાદ સ્વામી ખાસ હાજર રહી નાટક પહેલા અને પૂર્ણ થયા બાદ પ્રેમ પૂર્વક આર્શીવાદ આપ્યા હતા. આ ચાર દિવસના સમગ્ર કાર્યક્રમના પ્રવકતા અને માર્ગદર્શક શ્રી પૂ. ત્યાગ વલ્લભ સ્વામી હતા. જેના બીજ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે ૧૯૬૨માં રોપ્યા હતા. તે અક્ષર પુરૂષોતમ યુગલ ઉપાસનાના ચાર દિવસ ચાલેલ આ કાર્યક્રમમાં અનેક નાના મોટા મેળાવડાઓ, ચર્ચાસત્ર, પ્રદર્શનો યુવા અધિવેશન વિ. યોજાયા હતા. જેની રજુઆત ડો. નિરજન રાજયગુરૂએ સંભાળી હતી.

આ લખનારને સ્વામીનારાયણના દરેક સંપ્રદાયના રંગભૂમિ, નાટકો, ટેલી ફિલ્મ તથા વોઇસ ઓવર આર્ટીસ્ટ તરીકે સેવાઓ લેવાતી રહી છે. તેથી ઉપરોકત કાર્યક્રમમાં રજુ થયેલ નાટક 'સંતવચન હિતકારી' માં પણ બબ્બે ભૂમિકા  (૧) મેરૂભા ગઢવી તથા ૨. ઠાકોર અભેસંગમાં રજુ થયો હતો. સ્વામીનારાયણ સંપ્રદાયના ધર્મઆદ્યાત્મિક બાબતેના સિંધ્ધાતો વ્યસન મુકિત અભિયાન જીવન આચરણ શિક્ષાપત્રી તથા સમાજ ઉપયોગી મુદાઓને આ નાટકમાં ઉજાગર કરવામાં આવ્યા હતા. જેનુ લેખન સ્વ. દેવેન શાહ તથા દિગ્દર્શન ચેતન દોશીએ કર્યું હતુ. દેશ-વિદેશથી પધારેલી લગભગ ૫૦ થી ૭૫ હજારની મેદનીએ આ પ્રકાશ અને ધ્વનિના મહાનાટકને માણી તાલીઓથી વધાવતી હતી એ વેળાએ પૂ. હરીપ્રસાદ સ્વામી પણ ગદગદ થઇ કલાકારોને સતત વધામણી આપતા રહેતા હતાનું યાદ છેે.

નાટક સંચન થયા બાદ રંગમંચ પર પધારી કલાકારો ચેતનદોશી, સંજય કામદાર, શૈલેષ જાની, જીતેન વીઠલાણી વિ. સર્વેને ઉમંગથી વધાવ્યા હતા. એ વખતે મારી ૬૧ની ઉંમર જાણી બોલ્યા અરે વાહ.... તમારા ઉજળા દુધ જેવા વાળને તો તમે વધુ ઉજળા કરી બતાવ્યા તમારા પાત્રો દ્વારા અને હુ કૃત કૃતાર્થ થઇ ગયો.

આલેખન

કૌશીક સિંધવ

મો.૭૩૫૯૩ ૨૬૦૫૧

(3:44 pm IST)