Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

સીટની મીટીંગમાં ૭ કેસો સ્પે.ખરાઇ કરવા કલેકટરનો આદેશ : ૩ કેસ ડ્રોપ કરાયા

રાજકોટ તા.૨૮: જિલ્લા જમીન તકેદારી સમિતીની મિટિંગ  જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશબાબુના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.

આ બેઠકમાં કલેકટરશ્રી દ્વારા જમીનના દસ કેસોની સમીક્ષા કરાઇ હતી. જે પૈકી સાત કેસો વિશેષ ખરાઇ માટે તપાસ કરવા સબંધિત અધિકારોઓને સુચના અપાઇ હતી. જયારે ત્રણ અરજીઓ દફતરે(ડ્રોપ) કરવાની સુચના સબંધિત અધિકારીઓને કલેકટરશ્રી દ્વારા અપાઇ હતી.

આ તકે પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીના, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, અધિક નિવાસી અધિકારી શ્રી કેતન ઠક્કર, પ્રાંત અધિકારીઓશ્રીઓ, પોલીસ સ્ટાફ વગેર ઉપસ્થિત રહ્યા હતાં. 

(3:41 pm IST)