Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

કોલેજીયન છાત્રાને પ્રેમ થયો, પ્રેમી પરણેલો નીકળ્યોઃ દગાખોરીને કારણે ઝેર પી લીધું

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં પોલીસને જાણ કરવામાં આવી

રાજકોટ તા. ૨૮: જામનગર જીલ્લાના એક ગામ પંથકની કોલેજીયન યુવતિ આજે સવારે ઝેરી દવા પી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ યુવતિને એક યુવાન સાથે પ્રેમ થઇ ગયો હતો, પણ એ પરણેલો નીકળતાં દગાખોરી થયાનું જણાતાં તેણીએ આ પગલુ ભર્યાનું સામે આવ્યું છે.

યુવતિએ ઝેર પી લેતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ચોકીના સ્ટાફે જે તે પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. યુવતિએ કહ્યું હતું કે તેણી કોલેજમાં અભ્યાસ કરતી હોઇ દોઢ બે વર્ષ પહેલા કોટડા પંથકના યુવાન સાથે પરિચય થયો હતો. તેને રાજકોટમાં કારખાનુ હોઇ તે રાજકોટ આવતો જતો હોઇ બંને વચ્ચે ઓળખાણ બાદ પ્રેમ થઇ ગયો હતો. પ્રેમ ગાઢ બની ગયા બાદ ખબર પડી હતી કે પોતે જેને પ્રેમ કરે છે એ પરણેલો અને એક સંતાનનો પિતા છે. આ વાત પ્રેમીની પત્નિ સુધી પહોંચતા ઘરમાં પણ માથાકુટ શરૂ થઇ હતી. દરમિયાન હવે પ્રેમી જવાબ આપતો ન હોઇ યુવતિએ આ પગલુ ભર્યાનું તેણીએ કહ્યું હતું. પોલીસે વધુ વિગતો મેળવવા તપાસ હાથ ધરી છે. 

(3:38 pm IST)