Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

અશાંતધારોઃ ૧ દિ'માં એકી સાથે ૧૦૦ ફાઇલોને મંજૂરી આપતા કલેકટરઃ હવે કુલ ૯૦ ફાઇલો બાકી

હિન્દુ-હિન્દુ અને મુસ્લીમ-મુસ્લીમની ફાઇલો મંજૂરઃ હિંદુ-મુસ્લીમની વ્યવહારની પ૦ ફાઇલો અંગે હવે નિર્ણય

રાજકોટ તા. ર૮ :.. રાજકોટ જીલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુએ ગઇકાલે અશાંતધારાની એકી સાથે ૧૦૦ જેટલી ફાઇલો ઉપર સહી કરી મંજૂરી આપી દેતા અરજદારો આ અંગેના હુકમો લેવા ઉમટી પડયા હતાં.

કલેકટરે ગઇકાલે બપોર બાદ અશાંત ધારાની તમામ ફાઇલો મંગાવી હતી અને તેમાં જેમના સોગંદનામા થયા તે તમામ ૧૦૦ ફાઇલોને મંજૂરી આપતો હુકમ કરી દિધો હતો. આ ૧૦૦ ફાઇલોમાં હિન્દુ - હિન્દુ અને મુસ્લીમ-મુસ્લીમ વચ્ચે ખરીદ - વેચાણના વ્યવહારો થયા તે ફાઇલો હોવાનું સુત્રોએ ઉમેર્યું હતું.

હવે ૯૦ ફાઇલો બાકી છે, જેમાં પ૦ જેટલી ફાઇલો હિન્દુ-મુસ્લીમ વચ્ચેના ખરીદ-વેચાણના વ્યવહાર વાળી છે, આ માટેના પોલીસ-મામલતદારના અભિપ્રાયો બાકી હોય તે પેન્ડીંગ છે, જયારે અન્ય ૪૦ ફાઇલો બીજી છે, આમ, કુલ હવે ૯૦ ફાઇલો પેન્ડીંગ હોવાનું સુત્રોએ ઉમેર્યુ હતું.

(3:37 pm IST)