Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

રૂ. એક કરોડ ૩૦ લાખના ચેક રિટર્ન કેસમાં શિવમ મશીન ટુલ્સના માલીકને વધુ એક કેસમાં એક વર્ષની સજાનો હુકમ

એક માસમાં ચેકની રકમ ન ચૂકવે તો આરોપીને વધુ છ માસની સજા

રાજકોટ તા. ર૮ :.. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી અનેક લોકોને ભોગ બનાવનાર અને અગાઉ પણ જેને પાંચ જુદા જુદા ચેકો રીટર્ન કેસોમાં સજા થઇ ચુકેલ છે તેમજ હજુ પણ જેની સામે અનેક ચેક રીટર્નના કેસો ચાલી રહેલ છે તે રાજકોટના નામાંકીત ફાઇનાન્સર કમ બીઝનેશમેન મહેશ શીવાભાઇ ટીલાળાને રકમ રૂ. ૧,૩૦,૦૦,૦૦૦ ના ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સજા તથા રકમ રૂ. ૧,૩૦,૦૦,૦૦૦ ફરીયાદીને વળતર પેટે એક માસમાં ચૂકવી આપવા અને તે વળતર ન ચુકવ્યે વધુ છ માસની સજા ફરમાવતો સીમાચીન્હરૂપ ચુકાદો રાજકોટના એડી. ચીફ. જયુડી. મેજી. આર. બી. ગઢવી દ્વારા ફરમાવવામાં આવેલ છે. આ અગાઉ પણ ચેક રીટર્નમાં સજા થયેલ હતી.

આ કેસની હકિકત જોઇએ તો, અટીકા ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં ઢેબર રોડ સાઉથમાં રાજકોટ મુકામે શીવમ મશીન ટુલ્સના નામે ધંધો કરતા અને મવડીમાં પટેલ બીલ્ડીંગ બાજુમાં સરદારનગર શેરી નં. ૭ ની પાસે આવેલ 'પરમ' મકાનમાં રહેતા આરોપી મહેશ શીવાભાઇ ટીલાળાએ મવડી પ્લોટમાં માયાણીનગરમાં રહેતા ફરીયાદી રસીકભાઇ કેશવજીભાઇ લીંબાસીયા પાસેથી રકમ રૂ. ૧,૩૦,૦૦,૦૦૦ સને ર૦૧૬ ના અરસામાં મેળવી તે સબંધે પહોંચ લખી આપી આરોપીએ ફરીયાદીને જણાવેલ કે આરોપીને શીવમ મશીન ટુલ્સ, સદ્ગુરૂ મશીન ટુલ્સ, કુવાડવા મુકામે સીંગદાણાની ફેકટરી, ફાઇનાન્સ વિગેરે બહોળો ધંધો ફેલાયેલ હોય તેમાં નાણાની જરૂરત હોય જેથી આરોપીને નાણા આપે તો નફામાંથી યોગ્ય વળતર આપવા વચન, વિશ્વાસ અને ખાત્રી આપી સૌરાષ્ટ્રમાંથી અનેક લોકો પાસેથી કરોડોની રકમ એકત્રીત કરી લઇ લોકોનું કાયદેસરનું લેણુ પરત અદા કરવા આપેલ ચેકો પણ કલીયર થાય તે પહેલા સ્ટોપ પેમેન્ટ કરાવી લઇ પ્રથમથી જ નાણા ઓળવી જવાનો ઇરાદો રાખી ફરીયાદીનું લેણું અદા ન કરતા ફરીયાદીએ રાજકોટની અદાલતમાં દસ્તાવેજી પુરાવા સાથે આરોપી વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરેલ હતી.

કોર્ટ રેકર્ડ પરના રજુ મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓને સમગ્રપણે ઘ્યાને લેતા  ફરીયાદપક્ષના પુરાવાનું ખંડન કરતો ખંડનાત્મક પુરાવો આરોપી રેકર્ડ પર લાવવામાં સફળ થયેલ નથી, આરોપીએ રજુ કરેલ પુરાવો પોતાનો બચાવ ઉભો કરવા રજુ કરેલ હોવાનું જણાય છે અને તેવા પુરાવાથી આરોપીએ એવુ બતાવવા કોશીષ કરેલ છે કે વ્યવહાર કાયદેસર નથી જે પુરવાર થતુ નથી, સ્ટોપ પેમેન્ટનો પત્ર જોતા આરોપીનો ઈરાદો ડીસઓનેસ્ટ એટલે કે લેણુ ન ચુકવવાનો બદ ઈરાદો શરૂઆતથી જ હતો તેવુ પુરવાર થાય છે તે રીતે ફરીયાદપક્ષે પોતાનો કેસ કાયદાની જોગવાઈ મુજબ પુરવાર કરેલનું માની શીવમ મશીન ટુલ્સના માલીક આરોપી મહેશ શીવાભાઈ ટીલાળાને એક વર્ષની સજા ઉપરાંત ચેકની રકમનંુ વળતર ફરીયાદીને એક માસમાં ચુકવી આપવા હુકમ કરી સમય મર્યાદામાં વળતર ન ચુકવ્યે વધુ છ માસની સજા ફરમાવતો સમાચીન્હરૂપ ચુકાદો ફરમાવવામાં આવેલ છે.

ઉપરોકત કામમાં ફરીયાદી રસીકભાઈ લીંબાસીયા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા રોકાયેલ હતા. 

(2:50 pm IST)