Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

આજે લોહાણા જ્ઞાતિજનો દ્વારા નાગપાંચમીનું પૂજન

રાજકોટ : આજે અષાઢ માસની વદ પાંચમ છે. જે લોહાણા જ્ઞાતિની નામ પંચમી કહેવાય છે. લોહાણા જ્ઞાતિના બહેનોએ આજે શિવમંદિરોમાં જઇ નાગદાદાની પૂજા અર્ચના કરી હતી. આ દિવસે લોહાણા પરિવારોમાં ઘરે ઘરે ફણગાવેલા મગ, બાજરો, પલાળેલા ચણા અને શ્રીફળની પ્રસાદી કરવામાં આવે છે. ટાઢુ ભોજન જમીને ઉપવાસ રાખવામાં આવે છે. નાગદાદાનું ભાવથી પૂજન કરાય છે. તસ્વીરમાં નાગદેવતાનું સામુહીક પૂજન કરતી બહેનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(11:42 am IST)