Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

કોઠારીયા સોલવન્ટમાં વેલ્ડીંગ કામ કરતી વખતે પડી જતાં રાજસ્થાની રમેશનું મોત

બે સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં માતમ

રાજકોટ તા. ૨૮: મુળ રાજસ્થાન જોધપુરના હાલ કોઠારીયા સોલવન્ટમાં રહેતો રમેશકુમાર ઘેવરરામ કડેલ (ઉ.વ.૪૫) ગત ૨૦મીએ બપોરે બે વાગ્યે કોઠારીયા સોલવન્ટ વિસ્તારના એક કારખાને પતરામાં વેલ્ડીંગ કામ કરવા ગયો હોઇ અકસ્માતે સીડી પરથી પડી જતાં કમરમાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. આજે સવારે તેનું મોત નિપજ્યું હતું.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ આજીડેમ પોલીસને જાણ કરીહતી. મૃત્યુ પામનાર રમેશકુમારને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જેણે પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

(11:41 am IST)