Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

નોકરીરૂપી સોનેરી ભવિષ્ય બનાવવાની તક આવી છેઃ ઝડપી લ્યો અને કરો અરજી

સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ, મેડીકલ રીસર્ચ, UPSC, ફેશન ટેકનોલોજી, શીપયાર્ડ, લોકસભા, સચીવાલય, પાવર, UGC, નેશનલ સીડસ કોર્પોરેશન, કોલ-માઇનિંગ એન્ડ મીનરલ્સ વિગેરે ક્ષેત્રોમાં રોજગારી ઉપલબ્ધ, ફાર્મા ક્ષેત્રે તથા મનોચિકીત્સક તરીકે કારકિર્દી ઘડી શકાય

રાજકોટ તા. ર૮ : વર્તમાન સમયમાં દરેક ક્ષેત્રે કટથ્રોટ કોમ્પીટીશન ચાલી રહી છે ત્યારે આજનું યુવાધન સત્તા સાથે સન્માન મેળવવાનો અને સેવા કરવાનો મોકો આપતી લાખેણી નોકરી મેળવવા માટે આતુર હોવાનું દેખાઇ રહ્યું છે દેશમાં વિવિધ ક્ષેત્રે તથા અલગ-અલગ કેડરમાં રોજગારલક્ષી ભરતીઓ ચાલી રહી છે. આ તમામ ભરતીઓ ઉપર એક નજર કરીએતો.....

 ધ એડવાન્સ્ડ સેન્ટર ફોરટ્રીટમેન્ટ, રીસર્ચ એન્ડ એજ્યુકેશન ઇન કેન્સર (ACTREC) દ્વારા ૭/૮/ર૦ર૦ ની છેલ્લી અરજી તારીખ સાથે સાયન્ટીફીક ઓફિસર્સ વિગેરેની કુલ ૧૪૬ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે.

https:// actrec.gov.in/

  યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ૩૦/૭/ર૦ર૦ની છેલ્લી અરજી તારીખ સાથે આસીસ્ટન્ટ એન્જીનીયર્સ સહિતની અન્ય ૮પ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. www.upsconline.nic.in/

UPSC દ્વારા સમગ્ર વર્ષ દરમ્યાન વિવિધ ક્ષેત્રો માટે ભરતીઓ ચાલતી જ હોય છે. સમયાંતરે વેબસાઇટ જોવી હિતાવહ છે.

 નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ફેશન ટેકનોલોજી દ્વારા ૪/૮/ર૦ ની છેલ્લી અરજી તારીખ સાથે સ્ટેનોગ્રેડ ૩ વિગેરેની કુલ ૧૮ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે.

https://nift.ac.in/

 કોચી શીપયાર્ડ લી. દ્વારા ૪/૮/ર૦ ની છેલ્લી અરજી તારીખ સાથે ટેકનીકલ એપ્રેન્ટીસ વિગેરેની કુલ ૩પ૮ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

https://cochinshipyard. com/

 નોર્ધન કોલફીલ્ડસ લી. દ્વારા રપ/૮/ર૦ ની છેલ્લી અરજી તારીખ સાથે આસીસ્ટન્ટ ફોરમેન વિગેરેની કુલ પ૧ર જગ્યાઓ માટે ભરતી ચાલે છે.

http://nclcil.in/

 પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (PGCIL) દ્વારા ૧૦/૮/ર૦ર૦ની છેલ્લી અરજી તારીખ સાથે એપ્રેન્ટીસની કુલ ૬૯ જગ્યાઓ માટે ભરતી ચાલે છે

www.powergridindia.com/

 લોકસભા સચિવાલય દ્વારા  ૧૮/૮/ર૦ર૦ ની છેલ્લી અરજી તારીખ સાથે પાર્લામેન્ટ્રી ઇન્ટરપ્રીટર (અનુવાદક) ની કુલ ૧ર જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે.

http://loksabha.nic.in/

 ઇન્ડિયન રેર અર્થસ લિમિટેડ (IREL-INDIA) દ્વારા પ/૮/ર૦ર૦ ની છેલ્લી અરજી તારીખ સાથે ટ્રેડ એપ્રેન્ટીસ વિગેરેની કુલ ર૧ જગ્યાઓ માટે ભરતી ચાલે છે.

www.irel.co.in/hi/home

 નેશનલ સીડસ કોર્પોરેશન લિમિટેડ (NSCL) ન્યુ દિલ્હી દ્વારા ૪/૮/ર૦ર૦ ની છેલ્લી અરજી તારીખ સાથે આસીસ્ટન્ટ ગ્રેડ ૧ વિગેરે સહિતની કુલ રર૦ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

www.indiaseeds.com/

 યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન (UGC) દ્વારા ૧૭/૮/ર૦ર૦ ની છેલ્લી અરજી તારીખ સાથે સિનિયર સ્ટેટેસ્ટીકલ આસિટન્ટની કુલ ૧૧ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે.

https://www.ugtc.ac.in/

 સેન્ટ્રલ રીઝર્વ પોલિસ ફોર્સ (CRPF) દ્વારા ૩૧/૮/ર૦ર૦ ની છેલ્લી ઓનલાઇન અરજી તારીખ સાથે આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર (ASI) હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ, ઇન્સ્પેકટર (ડાયટીશ્યન) સબ ઇન્સ્પેકટર (સ્ટાફ નર્સ), રેડીયોગ્રાફર, ફાર્માસીસ્ટ, ડેન્ટલ તથા લેબોરેટરી ટેકિનશ્યન, ફીઝીયોથેરાપીસ્ટ, ઇલેકટ્રો કાર્ડીયોગ્રાફી ટેકનીશ્યન, ફીઝીયોથેરાપી તથા નર્સિંગ આસીસ્ટન્ટ,ડાયાલીસીસ ટેકિનશ્યન, જુનિયર એકસ-રે આસીસ્ટન્ટ, લેબોરેટરી આસીસ્ટન્ટ, ઇલેકટ્રીશ્યન, સ્ટેવોર્ડ મશાલચી, કુક, સફાઇ કર્મચારી, ટેબલ બોય, વોશરમેન (ધોબી), વેટરનરી સ્ટાફ વિગેરેની કુલ ૭૮૯ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે

crpf recruitment 2020  વેબસાઇટ જોતી રહેવી હિતવાહ છે.

 ભારતના ફાર્મા સેકટરમાં એટલે કે દવા ઉદ્યોગમાં ભવિષ્ય સારૂ દેખાય છે .ધોરણ ૧૦ પછી બાયોલોજી, ફીઝીકસ, કેમેસ્ટ્રી ગ્રુપ અથવા તો મેથ્સ, ફીઝીકસ, કેમેસ્ટ્રી ગ્રુપ લઇ શકાય છે આ પછી ફાર્મસી કોલેજમાં ડી ફાર્મ, બી.ફાર્મ  તથા એમ.ફાર્મ કરી શકાય છે. ડ્રગ મેન્યુફેકચરીંગ, માર્કેટીંગ, હોસ્પિટલ ફાર્મસી, રીસોર્સ મેનેજમેન્ટ, ફાર્માકોવિજીલન્સ, રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, બાયોલોજીસ્ટ, ફાર્માસીસ્ટ, બ્રાન્ડીંગ-સેલિંગ વિગેરે ક્ષેત્રે ઉજજવળ કારકિર્દિ ઘડી શકાય છે.

 ધોરણ ૧ર પછી એમ.બી.બી.એસ. કરીને મનોચિકીત્સક તરીકે પણ કારકિર્દી બનાવીને ઉપયોગી સમાજસેવા કરી શકાય  છે.

ઘણી નોકરીઓ સામે આવીને ઉભી છે તથા અલગ-અલગ ક્ષેત્રોમાં કારકિર્દી ઘડવાની તક આવી છેત્યારે યોગ્ય લાયકાત, સચોટ માર્ગદર્શન, સ્વપ્રયત્ન, આત્મ વિશ્વાસ, હકારાત્મક અભિગમ, સમાજ માટે કંઇક કરી છૂપવાની તમન્ના, તથા ઇશ્વરમાં શ્રદ્ધા રાખીને મહેનત કરવા તૂટી પડો-મંડી પડો નોકરીરૂપી સોનેરી ભવિષ્ય આપ સૌની રાહ જુએ છે. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને ઓલ ધ બેસ્ટ.

(કોઇપણ જગ્યાએ નોકરી માટેની અરજી કરતા પહેલા ભરતી વિશેની તમામ માહિતી વેબસાઇટ દ્વારા, રૂબરૂ, ફોન દ્વારા કે પછી અન્ય કોઇ સોર્સ દ્વારા જાણી લેવી હિતાવહ છે, જેથી લેટેસ્ટ ઇન્ફર્મેશન અને અપડેટસ  મળી શકે.)

સવારે ચા સાંજે અકિલા

આ કાપલી સાચવી રાખો

(12:03 pm IST)