Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

રાજકોટમાં પયુષર્ણ પર્વ દરમિયાન સંઘજમણ-વ્યાખ્યાન નહિ યોજાયઃ ધર્મગુરૂએ કહે તેમ કરવા અંગે નિર્દેશ

કોરોના સર્દભે માસ્ક-સોશ્યલ ડીસ્ટન્સ-સેનેટાઇઝર અંગે જૈન સમાજ સાથે કલેકટરે મીટીંગ યોજી : દેરાસરમાં દર્શન ભલે થાય....પરંતુ તુર્તજ દર્શન કરી નીકળી જવાનું રહેશે ૧પમીથી પ્રયુર્ષણ પર્વ

રાજકોટ તા. ર૮ : જીલ્લા કલેકટરે ગઇકાલે સાંજે આગામી તા.૧પ ઓગસ્ટથી શરૂ થનારા સ્થાનકવાસી-દેરાસાસીના પયુર્ણ પર્વ સંર્દભે રાજકોટના જૈન અગ્રણીઓ-મુનિ ભવગંતો-સાધ્વીજીઓ સાથે મીટીંગ યોજી હતી, અને કોરોના સંર્દભે અનલોક-ર અને ગુજરાત કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન સંદર્ભે સોશ્યલ ડીસ્ટન્સ ફરજીયાત માસ્ક-સેનેટાઇઝર સહીતની બાબતોની જાણકારી આપી હતી.

કલેકટર સાથે થયેલ મીટીંગમાં નકકી થયા મુજબ એકપણ જાહેર વ્યાખ્યાન, સમુહ પ્રતિક્રમણ, સંઘ જમણ નહિ થાય, અને તે નહિ કરવા કલેકટરની સુચના ઉપરાંત જૈન સમાજ પણ સંમત થયો હતો.

આ ઉપરાંત જૈન દેરાસરમાં મંદિરો ખુલા રહે તો પણ તેમાં જૈન ભાવિકો ફરજીયાત માસ્ક પહેરે, સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરે અને દર્શન કરી તુર્તજ રવાના થાય તે જોવા પણ તાકિદ કરી હતી.

દરમિયાન જૈન અગ્રણીઓએ પણ કલેકટર સમક્ષ ધર્મગુરૂઓના આદેશ મુજબ જ ધાર્મિક કાર્યક્રમો-વ્યાખ્યાન અંગે નિણર્ય લેવાશે તેમ ઉમેરી, ધમગુરૂઓ આવે ત્યારે તેમની સાથે પણ કલેકટર દ્વારા મીટીંગ યોજાય તેવો સુર વ્યકત કરાયો હતો.

(3:09 pm IST)