Gujarati News

Gujarati News

News of Saturday, 28th July 2018

કંસારા બજારમાં પાકીટ ચોરતી બે મહિલાની થઇ ધોલધપાટ

રાજકોટઃ શહેરની કંસારા બજારમાં આજે બપોરે બે પર્સચોર મહિલા રંગેહાથ પકડાઇ જતાં લોકોના હાથનો માર ખાવો પડ્યો હતો. જામનગર રહેતાં એક મહિલા મોરબી રહેતાં તેના માતાને લઇ રાજકોટ ખરીદી કરવા આવ્યા હતાં. મા-દિકરી કંસારા બજારમાં એક દૂકાને લસ્સી પીવા ઉભા હતાં ત્યારે તેની નજર ચુકવી બે મહિલા મોટા પર્સમાંથી નાનુ પર્સ ચોરીને ભાગવા જતાં મા-દિકરીની નજર પડી જતાં દેકારો મચાવતાં લોકો ભેગા થઇ ગયા હતાં અને બંનેને પકડી લઇ સાવરણી તથા ઢીકા-પાટુનો માર મારતાં ટોળા ભેગા થઇ ગયા હતાં. પકડાયેલી આ મહિલા ગોંડલ પંથકની હતી. જો કે મા-દિકરીએ ફરિયાદ કરવાની ના પાડતાં પોલીસે બંને શકમંદની આકરી પુછતાછ કરી જવા દીધી હતી. ધોલધપાટના દ્રશ્યોની તસ્વીરો-વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયા હતાં.

(4:04 pm IST)