Gujarati News

Gujarati News

News of Saturday, 28th July 2018

વેરા વળતર યોજના લંબાવવા વિચારણા

હજુ ૬૦ હજારથી વધુ વેરાબીલના ધાંધિયાના પગલે... : સાંજે મેયર, ડે.મેયર, સ્ટે. ચેરમેન સહિતના પદાધિકારીઓ - અધિકારીઓની મીટીંગમાં થશે નિર્ણય

રાજકોટ તા. ૨૭ : મ્યુ. કોર્પોરેશન દ્વારા વેરામાં ૧૦ થી ૧૫ ટકા વળતર યોજના હજુ લંબાવવા ગંભીરતા પૂર્વક વિચારણા મેયર સહિતના પદાધિકારીઓએ હાથ ધરી છે. કેમકે હજુ ૬૦ હજાર જેટલા વેરાબીલોમાં ભૂલો અને ધાંધિયા સર્જાયા છે. આથી તંત્રના વાંકે કોઇ કરદાતા વેરા વળતર યોજનાથી વંચીત રહી ન જાય તે માટે ૧૦ થી ૧૫% વળતર યોજના લંબાવવા તંત્રએ વિચારણા હાથ ધર્યાનું જાણવા મળ્યું છે.

મ્યુનિ. કોર્પોરેશનની મુખ્ય આવકનો સ્ત્રોત એવી વેરા શાખાને ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ નાં રૂ.૨૭૫ કરોડનાં લક્ષ્યાંક સામે આજ દિન સુધીમાં ૨.૦૪ લાખ કરદાતાઓએ રૂ.૧૦૦  કરોડ તંત્રની તીજોરીમાં ઠાલવ્યા છે.

ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વેરા શાખાની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે. મિલ્કત વેરામાં ૧૦ અને ૧પ ટકા વળતર યોજના ૩૧ જૂલાઇના રોજ પુર્ણ થશે ત્યારે હજુ વાંધા અરજીનો નિકાલ ન થયો હોય,૬૦ હજારથી વધુ મિલ્કત લીંક અપ કરવાના બાકી છે ત્યારે પ્રમાણીક કરદાતાઓ આ લાભથી વંચીત ન રહે માટે વળતર યોજના હજુ એક માસ લંબાવી કે નહિ તે માટે મેયર બિનાબેન આચાર્ય, સ્ટે.ચેરમેન ઉદયભાઇ કાનગડ સહિતનાં પદાધિકારઓ અને અધિકારીઓની મિટીંગમાં ગત વર્ષની સરખામણીએ કરદાતાની સંખ્યા અને આવકની ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ વેરમાં વળતાર યોજનાની મુદ્દત અંગે નકિક કરવામાં  આવનાર હોવાનું સુત્રોએ જણાવ્યુ હુત. 

અત્રે નોંધનીય છે કે, તંત્ર દ્વારા આ વર્ષે વેરા વળતર યોજના ૧ મહિનો લંબાવવમાં નિર્ણય કર્યો હતો. નિયમીત કરદાતાઓ આ આયોજનાનો લાભ લઇ શકે.

(3:42 pm IST)