Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

ફિલ્‍ટર પ્‍લાન્‍ટ અને S.T.P.નાં મેન્‍ટેનન્‍સ કોન્‍ટ્રાકટ નામંજુર : રિટેન્‍ડર

ભાવ વધારે હોઇ ફરી ટેન્‍ડર કરવા સ્‍ટેન્‍ડીંગની ભલામણ

રાજકોટ તા. ૨૮ : શહેરના પૂર્વ ઝોન વિસ્‍તારમાં આવેલ આજી ફિલ્‍ટર પ્‍લાન્‍ટ અને રૈયાધાર ખાતેના એસ.ટી.પી.ના મેઇન્‍ટેનનસ કોન્‍ટ્રાકટના ભાવ વધારે હોઇ આ દરખાસ્‍ત દ્વારા નામંજુર કરી ફરી રીટેન્‍ડર કરવા સ્‍ટેન્‍ડીંગ કમિટિ દ્વારા ભલામણ કરવામાં આવી છે.

આ અંગે સ્‍ટે. ચેરમેન પુષ્‍કર પટેલે માહિતી આપતા જણાવ્‍યું હતું કે, મનપાના પૂર્વ ઝોનના આજી ફિલ્‍ટર પ્‍લાન્‍ટ-૩ (૬૫.૪૫ એમએલડી)ના ઓપરેશન ત્રિવેન્‍ટીવ મેઇન્‍ટેનન્‍સ કરવા કામગીરી કરવાનો ૨ ટકા ડાઉન સાથે એલ-૧ એજન્‍સીએ રૂા. ૩૯.૬૮ લાખનો વાર્ષિક ખર્ચ તથા ડ્રેનેજ શાખાના રૈયાધાર ખાતે આવેલ ૫૬ એમએલડી સીવેજ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ (એસટીપી)નું મેઇન્‍ટેનન્‍સના કામનો ભાવ ૨૭.૭૦ ટકા ડાઉન સાથે રૂા. ૧.૧૭ કરોડનો ભાવ એલ-૧ એજન્‍સીએ આપેલ હતો. આ બંને કામમાં ભાવ વધુ જણાતા આજે મળેલ સ્‍ટેન્‍ડીંગ કમિટિએ આ દરખાસ્‍ત નામંજુર કરી ફરી રી-ટેન્‍ડર કરવા ભલામણ કરી છે.

(4:01 pm IST)