Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

રાજકોટ શહેર-જીલ્લામાં રર૪ર મતદાન મથકો હાલ પૂનઃગઠન કામગીરી ચાલુઃ ર૦ બૂથનો વધારો થશે

મુખ્‍ય ચૂંટણી અધિકારીની તમામ કલેકટરો સાથે વીસીઃ મતદાર યાદી-સ્‍ટાફ અંગે સમીક્ષા... : રાજકોટ માટે નવસારી-ભરૂચ-સોમનાથ-ગાંધીનગર-વડોદરાથી આજથી EVM-VVપેટ લવાશે : ચૂંટણીમાં પ્રથમ તબકકામાં રાજકોટ આવરી લેવાશે

રાજકોટ તા. ર૮: ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે, ગઇકાલે સાંજે મુખ્‍ય ચૂંટણી અધીકારી શ્રી પી. ભારમીથી રાજયના તમામ કલેકટરો સાથે તૈયારીઓ વીસી યોજાઇ હતી, જેમાં મતદાર યાદી, મતદાન મથક, પૂરતો સ્‍ટાફ તથા અન્‍ય બાબતે સમીક્ષા યોજાઇ હતી, રાજકોટ જીલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબૂએ મતદાર યાદી અપડેશન, મતદાન મથકો વિગેરે બાબતે વિગતો જણાવી હતી.

અધીકારી સૂત્રોના કહેવા મુજબ રાજકોટ શહેર-જીલ્લામાં કુલ રર૪ર મતદાન મથકો છે, મતદાન મથકોની ચકાસણી પૂનઃગઠન અંગે કાર્યવાહી શરૂ કરાઇ છે, પરિણામે ર૦ જેટલા મતદાન મથક વધે તેવી શકયતા છે.

દરમિયાન આજથી પ જીલ્લા નવસારી-ભરૂચ-સોમનાથ-ગાંધીનગર-વડોદરાથી બીયુ-સીયુ મશીન, ઇવીએમ, વીવીપેટ લાવવા અંગે શેડયુઅલ ફાઇનલ કરાયું છે, જેમાં ગાંધીનગરથી ૧૧૭૬ બીયુ, સોમનાથથી ૪૮૩ સીયુ, ૧ર૯ વીવીપેટ, નવસારીથી ૬૮૪ બીયુ, ભરૂચથી ૪૭૬ સીયુ, અને વડોદરાથી ૧૧પ૭ વીવીપેટ મતદાન મશીનો લેવા માટે કુલ ૪ ટીમ દ્વારા આજથી કાર્યવાહી શરૂ થઇ છે.

રાજકોટમાં જે રીતે ઇવીએમ લવાઇ રહ્યા છે, તે જોતા યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં રાજકોટની ૮ બેઠકોની ચૂંટણી પ્રથમ તબકકામાં યોજાશે તે ફાઇનલ ગણાઇ રહ્યું છે.

(4:06 pm IST)