Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

પુત્રવધૂને શારીરિક - માનસિક ત્રાસ આપી આપઘાતની ફરજ પાડવાના કેસમાં સાસરીયાઓનો છૂટકારો ફરમાવતી અદાલત

રાજકોટ તા. ૨૮ : રાજકોટ શહેરના માલવીયાનગર પોલીસ સ્‍ટેશનના મદદનીશ પોલીસ કમીશ્‍નરશ્રી પી.સી.જોષી સમક્ષ ગુજરનાર શિતલના પિતાશ્રી શાંતિભાઈ લાધાભાઈ ભુત જાતે કડવા પટેલ દ્વારા તેણીની દિકરીન ે (૧) પતિ - તુષાર ખીમજીભાઈ હિસું (ર) સસરા - ખીમજીભાઈ સવજીભાઈહિસું (૩) સાસુ - શ્રીમતી હર્ષાબેન ખીમજીભાઈ હિસું (૪) દિયર - સરજુભાઈ ખીમજીભાઈ હિસું દ્વારા શારીરિક અને માનસીક ત્રાસ આપી મરી જવા માટે મજબુર કરતા તેણીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા જેમાં આરોપીઓએ એકબીજાને મદદગારી કરી ગુન્‍હો કરેલ જે કામમાં ચારેય આરોપીઓની ધરપકડ કરીને તેઓ વિરૂઘ્‍ધ ગુન્‍હાનું ચાર્જશીટ કરવામાં આવેલ અને આ કેસ  સેશન્‍સ અદાલત સમક્ષ ચાલી જતાં આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

ફરીયાદ પક્ષે પોતાનો કેસ પુરવાર કરવા માટે ર૧ સાહેદોને તપાસવામાં આવેલ અને ર૧ જેટલા દસ્‍તાવેજી પુરાવાઓ સદરહુ કેસના સમર્થનમાં રજુ કરવામાં આવેલ અને ફરીયાદ પક્ષના આસીસ્‍ટન્‍ટ ગર્વમેન્‍ટ પ્‍લીડરશ્રી દ્વારા મરણ જનારે પોતાનો જીવનો અંત આણવા માટે પોતાની ૪ માસની કુમળી વયની બાળકીને મુકી અંતિમ પગલું ભરેલ હોય જેથી આરોપીઓ વિરૂઘ્‍ધ અનુમાન દોરીને વધુમાં વધુ સજા કરવા માટે વિનંતી કરવામાં આવેલ હતી.

આ કામમાં આરોપીઓના એડવોકેટશ્રી લલિતસિંહ શાહી દ્વારા એવી રજુઆત કરવામાં આવેલ કે ફરીયાદ પક્ષના કેસોમાં રહેલ ક્ષતિઓ તમે જ સાહેદોની જુબાનીમાં વિશ્‍વસનીયતાનો અભાવ હોય તમે જ બનાવ બાદ સાહેદોની વતર્ણુંક તેમજ તપાસનીશ અધિકારીની કાર્યપઘ્‍ધતિ શકાંસ્‍પદ જણાય આવે છે. બનાવ બાદ ફરીયાદ નોંધવામાં જે વિલંબ થયેલ છે તેમજ આરોપીઓને ગુન્‍હા સાથે સાંકળતો પુરાવો કાયદાકીય રીતે ભરોસાપાત્ર અને વિશ્‍વસનીય નથી. આરોપીઓ દ્વારા પોતે નિર્દોષ હોવા અંગેનો પુરાવો લેખીતમાં રજુ કરેલ.

તમામ દસ્‍તાવેજી પુરાવાઓ, કાયદાકીય આધારો તથા બંને પક્ષોની રજુઆતો ઘ્‍યાને લઈ રાજકોટના મહે. ૧૩ મા અધિક સેશન્‍સ જજશ્રી બી.બી.જાદવ એવા મંતવ્‍ય ઉપર આવેલ કે મરણ જનારને આરોપીઓ ઘ્‍વારા શારીરિક માનસીક દુઃખ આપી અને જે ત્રાસને કારણે કંટાળી જઈ તેઓ પાસે અન્‍ય કોઈ વિકલ્‍પ ન રહેતા ગળાફાંસો ખાઈ આપઘાત કરેલ હોય તેવા સંજોગોમાં  આરોપીઓ દ્વારા ઉભા કરવામાં હોય કે દુષ્‍પ્રેરણા કરવામાં આવેલ હોય તેવો લેશમાત્ર પુરાવો રેકર્ડ ઉપર આવેલ નથી.

અંતિમક્રિયા કરવા માટે સાસરીયા પક્ષના સભ્‍યોને સુપ્રત કરેલ છે તેમજ ગુજરનારની નાની દિકરી બનાવ બન્‍યો ત્‍યારથી આજની તારીખે પણ સાસરીયા પક્ષના સભ્‍યો પાસે છે. જે સંજોગોમાં ફરિયાદ પક્ષ આરોપીઓ વિરૂઘ્‍ધનું તહોમત નિઃશંકપણે પુરવાર કરવામાં નિષ્‍ફળ ગયેલ હોય જેથી આરોપીઓને સદરહુ ગુન્‍હામાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવવામાં આવેલ.

આ કામમાં તમામ આરોપીઓ વતી એડવોકેટ દરજજે લલિતસિંહ જે. શાહી, ભુવનેશ એલ. શાહી, કૃણાલ એલ. શાહી, સી.એમ.દક્ષિણી, યોગેશ બારોટ, સુરેશ ફળદુ, હિતેષ ગોહેલ, મનીષ ગુરૂંગ, નિશાંત જોષી, દેવેન ગઢવી રોકાયેલા હતા.

(3:38 pm IST)