Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

રાજકોટના બહુચર્ચિત સ્‍પા પ્રકરણમાં પકડાયેલ સંચાલકનો હાઇકોર્ટ દ્વારા જામીન પર છુટકારો

રાજકોટનાં સ્‍પા સંચાલક કિશન કરણબહાદુર ઠાકુર સામે એ-ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદીએ તા.૦૭/૦૫/૨૦૨૨નૉ રોજ અનૈતિક વ્‍યાપાર પ્રતિબંધિત અધિનિયમ અન્‍વયે ફરિયાદ કરેલ. જે કામમાં આરોપી કિશનની જમીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, ફરિયાદીએ તેનાં પતિ વિશાલ માંડલીયા વિરુધ્‍ધ તથા સ્‍પા સંચાલક કિશન ઠાકુર સામે એ-ડિવિઝન પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ આપેલ હતી કે તેનાં પતિએ ઘર ચલાવવા માટે તેને દેહવ્‍યાપારનાં ધંધામાં જવા કહેલ ફરિયાદીની ઇચ્‍છા ન હોવા છતાં પતિનાં કહેવાથી તેણે દેહવ્‍યાપારનો ધંધો શરૂ કરેલ હતો અને ફરિયાદીની ઇચ્‍છા વિરુધ્‍ધ તેનો પતિ તેને ધંધો કરાવતા હતા ત્‍યારબાદ ફરિયાદીએ એકાદ વરસ પહેલા એવરેસ્‍ટ વેલનેસ સ્‍પા જે વિદ્યાનગર મેઇન રોડ ઉપર આવેલ છે જે સ્‍પા આરોપી કિશન ચલાવતો હતો તેને ત્‍યાં ફરિયાદી કામે રહેલ આરોપી ફરિયાદીને દેહવ્‍યાપારમાં થતી આવકમાંથી અમુક રકમ લેતો હતો અને ત્‍યારબાદ આરોપીએ ફરિયાદીને મોરબી ખાતે સ્‍પામાં સામે અનૈતિક વ્‍યાપાર પ્રતિબંધિત અધિનિયમ અન્‍વયે નોંધવામાં આવી હતી.

આરોપી કિશનની પોલીસે ધરપકડ કરતાં આરોપીએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરેલ હતી.

બન્ને પક્ષોને દલીલો સાંભળી ગુજરાત હાઇકોર્ટનાં ન્‍યાયમૂર્તિશ્રીએ એવા નિષ્‍કર્ષ પર આવેલ હતા કે આરોપી ટ્રાયલ દરમ્‍યાન હાજર રહી શકે તેમ છે તેમજ ફરિયાદીની ઉમર અને એફ.આઇ.આર.માં જણાવેલ સંજોગો ધ્‍યાને રાખી આરોપીની શરતોને આધિન જામીન અરજી મંજુર કરેલ હતી.

આ કામમાં આરોપી કિશન ઠાકુર વતી રાજકોટનાં એડવોકેટ સ્‍તવન મહેતા, નિકુંજ શુકલા, કૃશન ગોર, બ્રિજેશ ચૌહાણ તથા ત્રિશુલ પાનસુબિયા રોકાયેલ હતા તેમજ ગુજરાત હાઇકોર્ટ ખાતે એડવોકેટ પ્રતિકભાઇ જસાણી રોકાયેલ હતા.

(3:35 pm IST)