Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

૯મી એ સપ્તસુર ગ્રુપનો ધમાકેદાર મ્યુઝીકલ કાર્યક્રમ

વર્સેટાઇલ સિંગર જીત ગુહા સાથે આસિત સોનપાલ, સ્નીગધા પાયસના સૂર રેલાશેઃ કાર્યક્રમનું સંચાલન કરશે મિનલ સોનપાલઃ ટિકિટ બૂકીંગ

રાજકોટઃ શહેરની  રંગીલી જનતા તથા સંગીતના શોખીનો માટે આગામી ૯ જુલાઇના શનિવારના રોજ સપ્તસૂર ગ્રુપ દ્વારા ધમાકેદાર આયોજન ''સ્વરમાલા શિર્ષક'' હેઠળ કરવામાં આવ્યું છે જૂના નવા લોકપ્રીય ગીતોની માળા લઇને સપ્તસૂર ગ્રુપ આવી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સપ્તસુર ગ્રુપ વર્ષોથી સંગીતના સફળ કાર્યક્રમ આપી રહયા છે. રાજકોટમાં આગવું સ્થાન ધરાવનાર વ્યવસાયે એડવોકેટ નોટરી શ્રી આસીત સોનપાલ તથા મિનલબેન સોનપાલ દ્વારા આગામી ૯ જુલાઇ શનિવારના રોજ માણવા લાયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

સંગીતની આગવી સૂર ધરાવનાર આસિત સોનપાલ મંચ ઉપરથી ધમાકેદાર ગીતો ગુંૅજાવશે તેમની સાથે મુંબઇથી જેમણે વર્લ્ડ પ્રસિધ્ધ એ.આર.રહેમાન પાસે તાલીમ લીધેલ છે. સાથે મ્યુઝીક ડાયરેકટર અજયઅતુલ સાથે ફીલ્મોમાં કામ કર્યુ છે. ગુજરાતી ફીલ્મ ''પ્રેમપ્રકરણ'' અમીત ત્રિવેદી માટે ગાયેલ તથા કૌન બનેગા કરોડપતિમાં  વોકલ્સમાં તેમનો એક ભાગ રહ્યો છે. સુપ્રસિધ્ધ ''સાયના'' ફીલ્મમાં પ્લેબેક ઔપલ તેવી સંગીત વિસારદ ગાયીકા સ્નીગ્ધા પાયસ કલાસીકલ ગીતો સાથે ડાન્સીંગ સોંગ રજૂ કરી પ્રેક્ષકોને ડોલાવશે.

ભારત ઉપરાંત ઇઝરાયલ, શ્રીલંકા, થાઇલેન્ડ, હોંગકોંગ વિગેરે અનેક દેશોમાં પોતાના અવાજનો જાદુ  ફેલાવનાર વર્સેટાઇલ સીંગર જાત ગુહા હેમુગઢવી હોલમાં ધૂમ મચાવશે. રાજકોટની સંગીતપ્રેમી જનતા માટે સૂરી સંગીત પીરસનાર સપ્તસૂર ગ્રુપ ડોલાવવા આવી રહ્યા છે તો તૈયાર થઇ જાઓ કાર્યક્રમને માણવા

રાજકોટના સુપ્રસિધ્ધ કી બોર્ડ પ્લેયર તુષાર ગોસાઇ (ગીટારીસ્ટ) રૃશીક પરમાર, (ઓકટોપેડ) મિતુલ ગોસાઇ, રાજેશ પીઠડીયા (ડ્રમ), જુલીયસ (કોંગો), શકીલ શાહ (તબલા પ્લેયર), મહેશ ઢાંકેચા (ઢોલક પ્લેયર), પ્રકાશ વાગડીયા (સાઇડ રીધમ) સુંદર મજાની લાઇવ મ્યુઝીકની મોજ કરાવશે.

પેરેમાઉન્ટ સાઉન્ડના સૂનીલભાઇ પટેલ સેવા આપશે સમગ્ર કાર્યક્રમનું સંચાલન મિનલ સોનપાલ કરશે.

આ કાર્યક્રમને માણવા ટિકિટ બૂકીંગ કરાવવા માટે સંપર્કમો.નં ૯૯૭૯૦ ૩૫૮૬૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:28 pm IST)