Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

કિશોરીઓને કેન્સર વિરોધી રસીકરણ

લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ દ્વારા

રાજકોટ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયસ્ય અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મી નારાયણદેવ પીઠાધિપતિ પ.પૂ.ધ. ધુ. શ્રી ૧૦૦૮ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા સમસ્ત સ્ત્રીભકતોના ગુરુપદે વિરાજમાન એવા પૂ. ગાદીવાળા માતૃશ્રી ના શુભ આશીર્વાદથી અભિસિંચિત શ્રી લક્ષ્મીનારાયણદેવ મહિલા મંડળ દ્વારા મહિલાઓમાં ગર્ભાશયના કેન્સર અંગે જાગૃતિ આવે અને તેની સામે સુરક્ષા માટે પૂ. ડૉ. ઉર્વશી કુંવરબા (બાબારાજાશ્રી) અને ઉ.પ્ર.ગવર્નર  શ્રીમતિ આનંદીબેન પટેલ ના સુયોગ્ય માર્ગદર્શન હેઠળ સર્વાઇકલ કેન્સર રસીકરણ અભિયાન કાર્યરત છે. આ અભિયાન અંતર્ગત તારીખૅં ૨૬/૦૬/૨૦૨૨ ના રોજ રાજકોટ ખાતે ૫૦ થી પણ વધું બાલિકાઓ તેમજ કિશોરીઓ એ ગર્ભાશયના કેન્સરની સામે રક્ષણ મેળવવા હેતુ રસીકરણનો લાભ લીધો. આ રસીકરણ દરમ્યાન પ.પૂ.બાબારાજાશ્રીએ બાલિકાઓને પોતાના વાત્સલ્ય સભર ગોદમાં લઈને ખૂબ હુંફ આપી. આ જોઈ સર્વે સભાસદોના હ્રદયમાં આનંદની લહેર ઉમળતી જોવા મળી. સાથે જ તેઓના માતાશ્રીઓ પોતાના ધન્ય ભાગ્યને અનુભવી રહ્યા હતા.

(3:26 pm IST)