Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

વિવેકાનંદ યુથ કલબ દ્વારા થેલેસેમીક બાળકોને મોજ કરાવાઇઃ આનંદોત્‍સવ સંપન્‍ન

રાજકોટ તા. ર૮ : વિવેકાનંદ યુથ કલબ દ્વારા કુદરતે પણ જેમની સાથે અન્‍યાય કરેલ છે અને રકત જેમનો ખોરાક છે તેવા લોહીના વારસાગત રોગ થેલેસેમીયા પિડીત બાળકોના જીવનમાં આનંદનો ઉજાસ પાથરવા એક રામભકત અને બાપાસીતારામ પરિવારના સહયોગથી બાળકો માટે આનંદોત્‍સવ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ૧ર૦ થી વધુ બાળકો સપરિવાર ઉપસ્‍થિત રહેલ અને મનભરીને મજા માણી હતી.

સંસ્‍થાએ દરેક માટે વરીયાળીનું સરબત, પાણીપુરી, દાબેલી, રગડો, ભેળ, જાંબુ, છાશ, આઇસ્‍ક્રમીની સુંદર વ્‍યવસ્‍થા કરવામાં આવેલ આ ઉપરાંત તક્ષભાઇ મીશ્રા દ્વારા બાળકોને ગીત, સંગીત, નૃત્‍ય, રાસ ગરબાની મજા કરાવેલ ભોજન વ્‍યવસ્‍થા સુરેશભાઇ બાટવીયા અને હિતેષભાઇ ખખ્‍ખરે સંભાળી હતી.

દરેક થેલેસેમીક બાળકો સંગીત ખુરશી, લીંબુ ચમચી, બેલેન્‍સ રેસની રમતો રમેલ સ્‍પર્ધાના વિજેતાઓને રોકડ પુરષ્‍કાર આપવામાં આવેલ આનંદોત્‍સવ કાર્યક્રમમાં પધારેલ તમામ બાળકોને દાતાઓના સહયોગથી સ્‍મૃતિ ભેટ આપવામાં આવેલ બાળકોને ડો. રવી ધાનાણી, ભાસ્‍કરભાઇ પારેખ, પંકજ રૂપારેલીયા વગેરેએ  રમાડેલ.

આનંદોત્‍સવ કાર્યક્રમમાં થેલેસેમીક બાળકોને પ્રોત્‍સાહીત કરવા શહેરના જાણીતા ઉદ્યોગપતિ પ્રતાપભાઇ પટેલ, ગૌસેવા, પ્રેમી રમેશભાઇ ઠકકર, જાણીતા બીલ્‍ડર જેંતીભાઇ પરસાણા, સેવાભાવી રઘુવંશી અગ્રણી હીરેનભાઇ લાલ, જૈન અગ્રણી અનિલભાઇ મહેતા, રઘુવંશી સમાજના કિશનભાઇ સેજપાલ, જે.જે.પોપટ, નીતીનભાઇ છાગાણી, રંજનબેન લાલ, લતાબેન પોપટ, નિવૃત પ્રિન્‍સીપાલ માનસતા, અનિભાઇ કવા, જીતુભાઇ ગણાત્રા, સંદિપભાઇ પાલા, સંજયભાઇ પાલા, કલ્‍પેશભાઇ પ્રતિકભાઇ સંઘાણી, વિજયભાઇ પુરવાણી સહિતના સ્‍વજનો ઉપસ્‍થિત રહેલ.

સમગ્ર કાર્યક્રમનું સફળતા પૂર્વક અનુપમ દોશી, મીતલ ખેતાણી, સુરેશભાઇ બાટવીયાએ સંચાલન કરેલ છેે.

(3:25 pm IST)