Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

૧ જુલાઇએ ડોકટર ડે નિમિત્તે જલારામ હોસ્પિટલમાં OPD ફ્રી

રાજકોટ તા. ૨૮ : રઘુવંશી ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી જલારામ રઘુકુળ સાર્વજનિક હોસ્પિટલ ૨૪ કલાક ૩૬૫ દિવસ કાર્યરત મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ છે. હોસ્પિટલના ટ્રસ્ટી શૈલેષભાઇ પાબારી, સર્વે ટ્રસ્ટી મંડળ તથા હોસ્પિટલના સીઇઓ ડો. હેમંતકુમાર વાર્ષનેયની સંયુકત યાદી જણાવે છે કે, શ્રી જલારામ રઘુકુળ સાર્વજનિક હોસ્પિટલ દ્વારા ૧લી જુલાઇના રોજ ડોકટર'સ ડે-૨૦૨૨ નિમિતે ઓપીડી ફ્રી, ઓપરેશન અન્ય ચેકઅપમાં ૨૨% સુધીનું ડિસ્કાઉન્ટ, ફેફસાંની કેપિસીટી ફ્રીમાં ચેક કરી આપવામાં આવશે.

જેના અંતર્ગત શ્રી જલારામ રઘુકુળ સાર્વજનિક હોસ્પિટલ દ્વારા આ દિવસ નિમિતે ઓર્થોપેડિક, એમ.ડી. મેડિસિન, શ્વાસ અને એલર્જીના નિષ્ણાંત, ન્યુરો સર્જન, યુરોલોજિસ્ટ ડેન્ટિસ્ટ, માનસિક રોગ, સ્પાઇન સર્જન, કાન-નાક-ગળાના સર્જન વગેરે જેવા વિભાગોમાં ફ્રી કન્સલ્ટેશન કરી આપવામાં આવશે. તેમજ લેબ રિપોર્ટ એકસ-રે, સીટી સ્કેન, દાંતની સર્જરી અને અન્ય સર્જરીઓમાં પણ ૨૨% જેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તેમજ ફેફસાની કેપિસિટી ફ્રીમાં ચેક કરી આપવામાં આવશે અને હોલ બોડી ચેકઅપ ફકત રૃા. ૮૯૯માં કરી આપવામાં આવશે.

કોઇ પણ દર્દી ફ્રી ઓપીડીનો સવારે ૧૦થી બપોરે ૧ વાગ્યા સુધી લાભ લઇ શકે છે. આ ઉપરાંત હોસ્પિટલમાં આયુષ્માન યોજના હેઠળ ડાયાલીસીસ, જોઇન્ટ રીપ્લેસમેન્ટ તથા આર્થ્રોસ્કોપી (ઘૂંટણ તથા થાપા)ના ઓપરેશનો, યુરો સર્જરી (પથરી, પ્રોસ્ટેટ) કરવામાં આવે છે તેમજ હોસ્પિટલમાં ફિઝીયોથેરાપી, સીટી સ્કેન, એકસ-રે, લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. વધુ માહિતી માટે શ્રી જલારામ રઘુકુળ સાર્વજનિક હોસ્પિટલ, પંચવટી સોસાયટી, શ્રીનાથજી ટાવર પાછળ, અમીન માર્ગ, રાજકોટ ખાતે સંપર્ક સાધવા જણાવાયું છે.

(3:23 pm IST)