Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

સીંગતેલ અને કપાસીયા તેલમાં ડબ્‍બે વધુ ૧૦ રૂા. નો ઉછાળો

ખાદ્યતેલોના સતત ભાવો ઘટતા સટોડીયાઓ ફરી સક્રિય..

રાજકોટ,તા. ૨૮ : ખાદ્યતેલોના સતત ભાવો ઘટયા બાદ ફરી સટોડીયાઓ મેદાનમાં આવ્‍યા હોય તેમ આજે સતત બીજા દિવસે ખાદ્યતેલમાં ૧૦ રૂા.નો ભાવવધારો થયો હતો.
સ્‍થાનીક બજારમાં આજે પણ સીંગતેલનાં ભાવો વધ્‍યાં હતા. સીંગતેલ લુઝ (૧૦ કિગ્રા)ના ભાવ ૧૫૬૦ રૂા હતા તે વધીને બપોરે ૨ વાગ્‍યે ૧૫૭૦ અને સીંગતેલ નવા ટીનના ભાવ ૨૬૬૦ થી ૨૭૧૦ હતા તે વધીને ૨૬૭૦ થી ૨૭૨૦ રૂા. થયા હતા. કપાસીયા તેલમાં ૧૦ રૂા.ના ઉછાળા સાથે કપાસીયા તેલ લુઝના ભાવ ૧૪૦૫ રૂા. હતા. તે વધીને ૧૪૧૫ તથા કપાસીયા ટીનના ભાવ ૨૪૪૦ થી ૨૪૯૦ રૂા. હતા. તે વધીને ૨૪૫૦ થી ૨૫૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા.
સતત ભાવ ઘટાડા બાદ ગઇ કાલ ખાદ્યતેલમાં ૧૫ થી ૩૫ રૂપિયાનો ભાવ વધારો થયા બાદ આજે પણ ભાવો વધતા ખાદ્યતેલોમાં ફરી સટોડીયાઓ સક્રિય થવાની વેપારી વર્તુળમાં ચર્ચા થઇ રહી છે.

 

(4:33 pm IST)