Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

ધરમનગર, ભગવતીપરા અને શ્‍યામકિરણ પાર્કમાં જૂગારના દરોડાઃ ૭ મહિલા સહિત ૨૭ પકડાયા

હેમાબેન મોટવાણી, રેહાનાબેન અગવાન તથા વિપુલ જાદવે પોતાના ઘરમાં નાલ ઉઘરાવી જૂગાર રમાડવાનું ચાલુ કર્યુ હતું: ક્રાઇમ બ્રાંચના અને ડીસીપી ઝોન-૨ની એલસીબી ટીમના દરોડા

રાજકોટ તા. ૨૮ : શહેરના ભગવતીપરા અને માંડાડુંગર પાસે શ્‍યામ કિરણ પાર્ક સોસાયટીમાં ક્રાઇમ બ્રાંચે મકાનમાં દરોડા પાડી જુગાર રમતા ૨૦ શખ્‍સોને અને ડીસીપી ઝોન-૨ની એલસીબીની ટીમે રૈયાધાર નજીક ધરમનગર આવાસ યોજનાના કવાર્ટરમાંથી મહિલા સહિત સાત શખ્‍સોને જુગાર રમતા પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ ભગવતીપરામાં એક મહિલાના મકાનમાં જુગારધામ ચાલતુ હોવાની ક્રાઇમ બ્રાંચના હેડ કોન્‍સ. મહેન્‍દ્રસિંહ ડોડીયા, વિજયરાજસિંહ જાડેજા તથા મુકેશભાઇ ડાંગરને બાતમી મળતા ભગવતીપરા શેરી નં. ૪માં મકાનમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા મકાન માલીક રેહાનાબેન રહીમભાઇ અગવાન, ભગવતીપરાના ઇમરાન દાઉદભાઇ સમા, રીયાઝ રઝાહુશેનભાઇ સૈયદ, બેડીપરા સુગરવાલા મીલ પાસે અક્ષરધામ સામેની શેરીમાં રહેતો મામદ અલારખાભાઇ ઠેબા, લાતી પ્‍લોટ શેરી નં. ૧૧ના સાગર ભરતભાઇ મકવાણા, રોહીદાસપરા શેરી નં. ૧૧ના શૈલેષ વાલજીભાઇ ગોહેલ, ભગવતીપરાના કાસમ મહંમદભાઇ સમા, ભગવતીપરા ખોડીયાર પાર્ક-૨ના બશીર મુંગરભાઇ સોરા, ભગવતીપરા મેઇન રોડ ધરમનગર શેરી નં. ૧ના હશનશાહ હારૂનશાહ સરવદી, સાધુ વાસવાણી રોડ એકલવ્‍યનગરના જયેશ રાજુભાઇ રાઠોડ, ભગવતીપરાના સંજય લાલજીભાઇ પરમાર, ધરમનગર આવાસ યોજના કવાર્ટર બ્‍લોક નં. ૨૮ કવાર્ટર નં. ૮૧૯ના અમીન જાહુરભાઇ શિશાંગીયા અને ભગવતીપરા મેઇન રોડ પર રહેતા યોગેશ રમેશભાઇ ડાભીને પકડી લઇ રૂા. ૩૧,૪૭૦ની રોકડ કબ્‍જે કરી હતી. આ કામગીરી પીઆઇ વાય.બી.જાડેજા તથા જે.વી.ધોળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.ડી.પટેલ, હેડ કોન્‍સ. મહેન્‍દ્રસિંહ ડોડીયા, વિજયરાજસિંહ જાડેજા, નિલેશભાઇ ડામોર, અજયભાઇ ભુંડીયા, મયુરભાઇ મિયાત્રા, કોન્‍સ. મુકેશભાઇ ડાંગર તથા નીતાબેન ચાવડા દ્વારા કરવામાં આવી હતી.

 જ્‍યારે બીજા દરોડામાં ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ. એમ.એ.હુણ, એએસઆઇ પ્રતાપસિંહ ઝાલા, હેડ કોન્‍સ. કિરતસિંહ ઝાલા, સંજયભાઇ રૂપાપરા, નગીનભાઇ ડાંગર તથા પ્રદિપસિંહ જાડેજા, ઘનશ્‍યામભાઇ મેણીયા સહિત પેટ્રોલીંગમાં હતા ત્‍યારે માંડાડુંગર પાસે શ્‍યામકિરણ પાર્ક સોસાયટીમાં એક મકાનમાં જુગારધામ ચાલતુ હોવાની કીરતસિંહ ઝાલા તથા પ્રદિપસિંહ જાડેજાને બાતમી મળતા માંડા ડુંગર પાસે શ્‍યામકિરણ પાર્ક સોસાયટી શેરી નં. ૩માં મકાનમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા મકાન માલીક વિપુલ નાનજીભાઇ જાદવ, શ્‍યામકિરણ પાર્ક સોસાયટી શેરી નં. ૩ના સાગર ગોવિંદભાઇ મેર, શેરી નં. ૨ના ડાયાલાલ જસાભાઇ મકવાણા, કોઠારીયા રોડ પરસાણા સોસાયટીના અતુલ નટવરલાલભાઇ બગડાઇ, રઘુનંદન પાર્ક શેરી નં. ૪ બ્‍લોક નં. ૨૩ના અરવિંદ હીરાભાઇ ઓળકીયા, માંડા ડુંગર પાસે હરસિધ્‍ધી પાર્ક શેરી નં. ૪ના મહેશ ઉર્ફે મનોજ રાજાભાઇ વાળા અને શ્‍યામકિરણ પાર્કના સજનબેન ડાયાલાલભાઇ મકવાણાને પકડી લઇ રૂા. ૮૭,૦૨૦ની રોકડ કબ્‍જે કરી શ્‍યામકિરણ પાર્કના મનીષાબેન ખડુભાઇ મિષાી, પરસાણા સોસાયટીના અમીબેન અતુલભાઇ બગડાઇ અને હરસિધ્‍ધી પાર્ક શેરી નં. ૪ના ગીતાબેન મનોજભાઇ વાળાની શોધખોળ હાથ ધરી છે.

જ્‍યારે ત્રીજા દરોડામાં ડીસીપી ઝોન-૨ની એલસીબીની ટીમના હેડ કોન્‍સ. હરપાલસિંહ જાડેજા, વિરેન્‍દ્રસિંહ ઝાલા અને કોન્‍સ. જેન્‍તીગીરી ગોસ્‍વામીને બાતમી મળતા રૈયાધાર નજીક ધરમનગર આવાસ યોજના કવાર્ટરમાં કવાર્ટર નં. ૫૪૯માં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા કવાર્ટર માલીક હેમાબેન વેલજીભાઇ મોટવાણી, ધરમનગર આવાસ યોજના કવાર્ટર નં. ૯૫૯ના જરીનાબેન દાદાભાઇ આરબ, કવાર્ટર નં. ૫૫૩ના કલ્‍પનાબેન રાહુલભાઇ બુંદેલા, કવાર્ટર નં. ૧૭૧ના મનીષાબેન નયનભાઇ ભુતલા, કવાર્ટર નં. ૯૨૧ના દક્ષાબેન મગનભાઇ અડવાણી, કવાર્ટર નં. ૧૭૧ના યશ નયનભાઇ ઘુંટલા અને નવા થોરાળા શેરી નં. ૪ના ચીરાગ રાજેન્‍દ્રભાઇ વ્‍યાસને પકડી લઇ રૂા. ૨૧,૨૦૦ની રોકડ કબ્‍જે કરી હતી. આ કામગીરી પી.એસ.આઇ. એ.બી.જાડેજા તથા હેડ કોન્‍સ. હરપાલસિંહ, વીરેન્‍દ્રસિંહ, મૌલીકભાઇ, રાજુલભાઇ, જેન્‍તીગીરી, અમીનભાઇ, જયપાલસિંહ અને મનિષભાઇ તથા મોનાબેન બુસા દ્વારા કરવામાં આવી હતી.

(3:16 pm IST)