Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

તરણ સ્પર્ધામાં હીરામણિ શાળાનું ગૌરવ વધ્યુ

રાજકોટ : અમદાવાદની હીરામણિ હાયર સેકન્ડરી અંગ્રેજી માધ્યમ ૯-એ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ ડિસ્ટ્રિકટ લેવલમાં સોલંકી જૈવીકા કુમારી ડી.એ. સીલ્વર અને બ્રોન્ઝ મેડલ તેમજ સોલંકી જૈવલ કુમારી ડી.એ. પણ સીલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યો જ્યારે ખેલ મહાકુંભ સ્ટેટ લેવલમાં જૈવીકા કુમારીએ ૩ ગોલ્ડ મેડલ તેમજ જૈવલ કુમારીએ ૧ બ્રોન્ઝ અને ૧ સીલ્વર  મેડલ મેળવ્યા હતા. ગુજરાત સ્ટેટ ઓલમ્પિયાડ દ્વારા લેવાયેલ ૪૮ મી, ૩૮ મી સબ જુનીયર સ્વીમીંગ સ્પર્ધામાં જૈવિકાએ ૩ સીલ્વર મેડલ જ્યારે જૈવલ કુમારીએ ૨ બ્રોન્ઝ અને ૨ સીલ્વર મેડલ મેળવ્યા છે. તેમજ બન્ને બહેનો નેશનલ લેવલ પર પસંદગી પામ્યા છે. વિદ્યાર્થીઓની સફળતા બદલ જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ શ્રી નરહરિ અમીન, મેનેજીંગ ટ્રસ્ટી વરૃણ અમીન, શાળાના સી.ઇ.ઓ ભગવત અમીન, આચાર્ય શ્રીમતી નીતા શર્મા સહિત સ્ટાફે વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવ્યા હતા.

(3:12 pm IST)