Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

ભગવતીપરા અને વડાળામાંથી ક્રાઇમ બ્રાંચે ૧૧ાા લાખનો દારૂ પકડ્યો

ભગવતીપરામાંથી ૪૯૨ બોટલ દારૂ ભરેલી ઇનોવા સાથે મહાવીરસિંહ ચોૈહાણને પકડી લેવાયા બાદ કાલાવડના વડાળાની સીમમાંથી ૧૧૬૦ બોટલ મળ્યોઃ કુલદિપસિંહ જાડેજા ભાગી ગયોઃ કુલ રૂ. ૧૬,૪૮,૫૨૦નો મુદ્દામાલ કબ્જેઃ ક્રિપાલસિંહ, સુભાષભાઇ અને દેવાભાઇની બાતમી પરથી કાર્યવાહી : એસીપી ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી. બી. જેબલીયાની ટીમને સફળતા

રાજકોટ તા. ૨૮: ક્રાઇમ બ્રાંચે વધુ બે દરોડામાં રૂ. ૧૧,૪૫,૫૨૦નો દારૂનો જથ્થો રાજકોટના ભગવતીપરામાં અને કાલાવડના નાના વડાળાની સીમમાંથી પકડી લઇ એક શખ્સને પકડી લીધો છે, બીજાનું નામ ખુલ્યું છે. દારૂનો જથ્થો તથા ઇનવોા કાર મળી કુલ રૂ. ૧૬,૪૮,૫૨૦નો મુદ્દામાલ કબ્જે કરાયો છે.

બાતમી પરથી ભગવતીપરા આવાસ યોજના કવાર્ટર અંદર કબ્રસ્તાન પાસેથી જીજે૦૫જેએ-૯૫૨૪ નંબરની ઇનોવા આંતરી તલાશી લેતાં અંદરથી રૂ. ૨,૧૫,૫૨૦નો ૪૧ પેટી (૪૯૨ બોટલ) દારૂ મળી આવતાં કુલ રૂ. ૭,૧૫,૫૨૦નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી મહાવીરસિંહ ભાવેશભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૦-રહે. ભગતસિંહ ગાર્ડનની પાછળ બ્લોક નં. ૪૫, કવાર્ટર નં. ૧૭૨, યુનિવર્સિટી રોડ)ની ધરપકડ કરી હતી.

તેની પુછતાછ થતાં તે આ દારૂનો જથ્થો કાલાવડના નાના વડાળા ગામની સીમમાંથી ભરી આવ્યો હોવાની કબુલાત આપતાં પોલીસ ત્યાં ત્રાટકી હતી અને ત્યાંથી રૂ. ૯,૩૦,૦૦૦નો ૧૮૬૦ બોટલ દારૂ કબ્જે કર્યો હતો. આ દારૂ કુલદિપસિંહ જાડેજા (રહે. સદ્દગુરૂનગર બાપા સિતારામ મઢુલી પાસે યુનિવર્સિટી રોડ)એ ઉતાર્યો હોવાનું ખુલ્યું છે. તે વડાળામાંથી જથ્થો મળ્યો ત્યાં હાજર નહોતો. કુલ બે દરોડામાં રૂ. ૧૧,૪૫,૫૨૦નો દારૂ, એક ઇનોવા, મોબાઇલ ફોન મળી ૧૬,૪૮,૫૨૦નો મુદ્દામાલ કબ્જે કરાયો છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની રાહબરીમાં પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ પી. બી. જેબલીયા, હેડકોન્સ. ક્રિપાલસિંહ જાડેજા, સુભાષભાઇ ઘોઘારી, વિક્રમભાઇ ગમારા, જીજ્ઞેશભાઇ મારૂ, અંશુમનભા ગઢવી, કોન્સ. દેવાભાઇ ધરજીયા અને પ્રતાપસિંહ મોયાએ આ કામગીરી કરી હતી.

(4:55 pm IST)