Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

શહેરના વેપારી વર્ગ માટે રસીકરણના સમયની મર્યાદા ૧પ મી જુલાઇ સુધી લંબાવવા રજુઆત

રાજકોટમાં વેપારીઓની સંખ્યા વધુ છેઃ સમય મર્યાદામાં રસીકરણ થઇ શકે તેમ નથીઃ ચેમ્બર

રાજકોટ, તા., ૨૮: સરકારશ્રીએ શહેરના તમામ વેપારી વર્ગ તથા સ્ટાફને કોરોનાની રસી તા.૩૦ મી જુન સુધીમાં લેવા માટે ફરજીયાત કરવામાં આવેલ છે. પરંતુ શહેરનો વેપારી વર્ગ ખુબ જ પ્રમાણમાં હોવાથી આ સમય મર્યાદામા રસીકરણ શકય બની શકે તેમ નથી. તેમજ શહેરના તમામ વેપારી વર્ગ આ માટે ખોટી  રીતે દંડાય નહી તે જોવુ જરૂરી છે. અને તમામ વેપારીઓ તથા કર્મચારીઓ રસી લેવા માટે સહમત છે. તેથી પ્રથમ રસીકરણનો પુરતો જથ્થો ઉપલબ્ધ કરી વેપારીઓને તથા સ્ટાફને રસી આપવા માટેની સમય મર્યાદા તા.૧પ મી જુલાઇ સુધી લંબાવવા માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ રજુઆત કરવામાં આવેલ છે. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

(4:54 pm IST)