Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

રૂ. ચાર લાખના ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજાનો આદેશ

આરોપી રકમ ન ચુકવે તો વધુ છ માસની સજા

રાજકોટ તા. ર૮ :.. રૂ. ૪ લાખના ચેક રીટર્ન કેસમાં મિત્ર આરોપીને એક વર્ષની સજા કોર્ટે ફરમાવી હતી.

આ કેસની વિગત એવી છે કે, રાજકોટના કાલાવડ રોડ, આંગન ગ્રીનસીટીમાં રહેતા મુકેશસિંહ રણજીતસિંહ જાડેજાએ મિત્રતા અને ઓળખાણનો સબંધ ધરાવતા પ્રકાશભાઇ મોહનભાઇ ભેંસદડીયા રહે. સતાધાર સોસાયટી, નાણાંવટી ચોક, ૧પ૦ ફુટ રીંગ રોડ, રાજકોટનાને ઉછીના પેટે રોકડા રૂ. ૪,૦૦,૦૦૦ અંકે રૂપિયા ચાર લાખ પુરા. મદદ માટે આપેલા હતા જે રકમ પરત આપવા બાબતે આ પ્રકાશભાઇએ તેમના ખાતા વાળી બેંકનો ચેક આપેલો હતો. જે ચેક રીટર્ન થતા ફરીયાદીએ તેમના વકીલ મારફત રાજકોટની સ્પેશીયલ નેગોશીએબલ કોર્ટમાં ધી નેગોશીયેબલ ઇન્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ ફરીયાદ દાખલ કરેલી હતી.

આ કેસ ચાલી જતા રાજકોટની સ્પેશીયલ નેગોસીએબલ કોર્ટના જજ શ્રી એન. એચ. વસવેલીયાની કોર્ટે આરોપી પ્રકાશભાઇ મોહનભાઇ ભેંસદીયાને ધી નેગોશીએબલ ઇન્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ તકસીરવાન ઠરાવી સજાનો હુકમ કરેલ છે. જેમાં આરોપી પ્રકાશભાઇ મોહનભાઇ ભેંસદીયાને ૧ (એક) વર્ષની સાદી કેદની સજા તેમજ ચેક મુજબની રકમ સાંઇઠ દિવસમાં ફરીયાદીને ચુકવી આપવી અને જો સાંઇઠ દિવસમાં રકમ ન ચુકવે તો વધુ ૬ (છ) મહીનાની સજાનો હુકમ કરેલ છે. આ કેસમાં ફરીયાદી તરફે રાજકોટના વકીલ શ્રી અતુલ સી. ફળદુ રોકાયેલા હતાં.

(4:52 pm IST)