Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

૭૦ની લાખની જમીનના કોભાંડમાં મહિલા પ્રજ્ઞા રાવલ અને અરજણ માટીયા રિમાન્ડ પર

અન્ય બે આરોપી અશોક અને ખોડાને જેલહવાલે કરાયા

રાજકોટ તા. ૨૮: લેન્ડ ગ્રેબીંગના નવા કાયદા હેઠળ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં શનિવારે દાખલ થયેલા ગુનામાં પકડાયેલા ૪ આરોપીઓ વકિલના  આસિસ્ટન્ટ તરીકે કામ કરતી મહિલા સહિત ચારની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવતાં બે આરોપી જેલહવાલે થયા છે જ્યારે મહિલા સહિત બેના તા. ૧ જુલાઇ સુધીના રિમાન્ડ મંજુર થતાં વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસે આ કેસમાંઅમદાવાદ બોડકદેવ સ્નેહ સૃષ્ટી એપાર્ટમેન્ટ-૨૦૨, સમભાવ પ્રેસ લેન ખાતે રહેતાં અને ત્યાંના સી.જી. રોડ પર આવેલી એચએસબીસી બેંકના ગુજરાત હેડ તરીકે નોકરી કરતાં વિશાલભાઇ અતુલભાઇ કોઠારી (ઉ.વ.૩૭) નામના વણિક યુવાનની ફરિયાદ પરથીમવડી રોડ ઉદયનગર ૧/૧૬ સમોજાદ વિદ્યાલય રોડ પર રહેતી અને વકિલના આસીસ્ટન્ટ તરીકે નોકરી કરતી પ્રજ્ઞાબેન આશિષ રાવલ, કસ્તુરબાધામ ત્રંબાના અરજણ નાથાભાઇ માટીયા, સુખરામનગર રોડ રાંદલ ચોકના અશોક મસાભાઇ માટીયા, ઠેબચડાના ખોડા રાઘવભાઇ બાંભવા તથા તપાસમાં ખુલે તેની સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ ૨૦૨૦ની કલમ ૩, ૪ (૩), ૫ (ક), (ખ), (ગ), (ચ) તથા આઇપીસી કલમ ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦ (બી) મુજબ ગુનો નોંધ્યો હતો. ચારેય મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.

પ્રજ્ઞા રાવલે ફરિયાદી વિશાલભાઇના માસીના નામનો સોૈરાષ્ટ્ર યુનિવર્સિટી સોસાયટીનો આશરે સિત્તરે લાખની કિંમતનો પ્લોટ ખોટુ કુલમુખત્યારનામુ ઉભુ કરી વેંચી નાંખ્યો હતો. જેમાં બાકીના ત્રણે પણ ભાગ ભજવ્યો હતો. પ્રજ્ઞા રાવલ, અરજણ માટીયા, અશોક માટીયા અને ખોડા માટીયાની પોલીસે ધરપકડ કરી હતી. રિમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાતાં પ્રજ્ઞા રાવલ અને અરજણ માટીયાના ૧/૭ સુધીના રિમાન્ડ મળ્યા છે. બીજા બે આરોપી અશોક અને ખોડાને જેલહવાલે કરાયા છે.

એસીપી પી. કે. દિયોરા, પીઆઇ એ. એસ. ચાવડા, પીએસઆઇ  એ. બી. જાડેજા, એચ. જે. બરવાડીયા, એએસઆઇ બળભદ્રસિંહ ચુડાસમા, હેડકોન્સ. ગિરીરાજસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, જયંતિગીરી, એએસઆઇ પર્વતસિંહ પરમાર, સુધાબેન સોલંકી, વિજેન્દ્રસિંહ, રોહિતભાઇ સહિતનો સ્ટાફ વધુ તપાસ કરે છે. (૧૪.૧૧)

પ્રજ્ઞા વકિલને ત્યાં કલાર્ક તરીકે નોકરી કરતી અને લોકોને પોતે વકિલ હોવાનું કહેતી

.એસીપીશ્રી દિયોરાએ જણાવ્યા મુજબ પ્રજ્ઞાબેન કોર્ટમાં સિવિલ પ્રેકટીસ કરતાં વલિક સાથે કલાર્ક તરીકે કામ કરે છે. પણ તે લોકોને પોતે વકિલ હોવાની ઓળખ આપતાં હતાં.

(4:52 pm IST)