Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

અમદાવાદથી દિલીપ દારૂ વેંચવા રાજકોટ આવ્યો, ગ્રાહકને બદલે પોલીસ આવી ગઇ

કોથળા સાથે માલિયાસણ ચોકડીએ ઉભો હતો અને એસઓજી-પેરોલ ફરલો સ્કવોડની ટીમે દબોચી લીધોઃ ૧૦,૨૦૦ના ૧૦૨ નંગ દારૂના 'ચપલા' કબ્જે

રાજકોટ તા. ૨૮: બનાસકાંઠાના દિયોદર  તાબેના મકડલા ગામનો વતની અને હાલ અમદાવાદ સોલા હાઇકોર્ટથી આગળ વિનાયક સોસાયટી મકાન નં. ૩૦૧માં રહેતો દિલીપ હીરાભાઇ પુરોહીત (ઉ.વ.૨૪) નામનો શખ્સ રાજકોટના માલિયાસણ ચોકડીએ દારૂના કોથળા સાથે આવ્યો હોવાની અને ગ્રાહકની શોધમાં હોવાની બાતમી મળતાં એસઓજીની ટીમે તેને પકડી લીધો હતો.

કોન્સ. સિરાજ ચાનીયા, પ્રદિપસિંહ ગોહિલ અને યોગેન્દ્રસિંહ ઝાલાને બાતમી મળતાં ટીમે ત્યાં પહોંચી બાતમી મુજબના શખ્સને પ્લાસ્ટીકના કોથળા સાથે સકંજામાં લઇ તલાશી લેતાં કોથળા અંદરથી રૂ. ૧૦૨૦૦ના વિદેશી દારૂના ૧૦૨ 'ચપલા' મળી આવ્યા હતાં. તે કબ્જે લઇ તેની ધરપકડ કરી હતી.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ડી. વી. બસીયા અને પીઆઇ આર. વાય. રાવલની રાહબરીમાં પેટ્રોલીંગ દરમિયાન પીએસઆઇ એમ. એસ. અન્સારી, એએસઆઇ ઝહીરખાન ખફીફ, હેડકોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. અનિલસિંહ ગોહિલ, અઝહરૂદ્દીન બુખારી, સોનાબેન મુળીયા સહિતે આ કામગીરી કરી હતી. દિલીપ ત્યાં છુટક કામ કરે છે. આર્થિક ભીંસ દૂર કરવા દારૂના ચપલા લઇ વેંચવા આવ્યો હતો. પરંતુ ગ્રાહક આવે એ પહેલા પોલીસ આવી ગઇ હતી.

(3:54 pm IST)