Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

કલેકટર કોન્ફરન્સઃ રાજકોટમાં બીનખેતી-અપીલના કેસોની સંખ્યાબંધ ફાઇલો પેન્ડીંગ : તુમારના પણ ઢગલા

બાકી નોંધ - તકરારી કેસો-સ્ટેમ્પ ડયુટીમાં પણ શૂન્યાવકાશઃ સેટલમેન્ટ કેસોમાં પણ ઢીલાશ : નવા કલેકટર અરૂણ મહેશ બાબૂ રીપોર્ટ આપશેઃ કોરોનાને કારણે કામ જ નથી થયું...

રાજકોટ તા. ર૮ :.. કોરોનાને કારણે રાજકોટ શહેર-જીલ્લામાં રેવન્યુની માત્ર ૧૦ થી ર૦ ટકા કામગીરી થઇ શકી છે, પરિણામે તુમારના ઢગલા થયા છે, તાજેતરમાં આઇએએસ અધિકારીઓની બદલી થઇઃ રાજકોટમાં નવા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબૂ મૂકાયા છે, આજે ગાંધીનગર ખાતે કલેકટર કોન્ફરન્સ છે, અને તેમાં નવા કલેકટર ફાઇલોના ઢગલા-તુમારો અંગે રીપોર્ટ આપશે.

કોરોનાને કારણે બીનખેતી ઓપન હાઉસ ૩ મહિનાથી મળી શકયું નથી, તેમજ અપીલના બે બોર્ડ માંડ મળ્યા ત્યાં રેમ્યા મોહનની બદલી થઇ, પરિણામે બીનખેતી અપીલના કેસોની સંખ્યાબંધ ફાઇલો પેન્ડીંગ છે, દરેક મામલતદાર-ડે. કલેકટર કચેરીમાં તુમારોના ઢગલા છે, કોરોના સંદર્ભે કોઇ અધિકારી કામ કરી શકયા નથી, આવુ જ બાકી નોંધ, તકરારી કેસો, સ્ટેમ્પ ડયુટી, સર્વ સેટલમેન્ટ કેસોમાં છે, રાજકોટના આ તમામ મુદા તથા અન્ય નવી યોજના વિગેરે તમામ બાબતે ખાસ સમીક્ષા થશે તેમ વર્તુળો ઉમેરી રહ્યા છે.

(3:50 pm IST)