Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

બેટી નદીના પુલ પરથી દારૂની ૧૦ બોટલ સાથે વિશાલ ઉર્ફે બાલો પકડાયો

એરપોર્ટ પોલીસનો દરોડો : બાઇક અને દારૂની બોટલ મળી ૧૧ હજારની મતા કબ્જે

રાજકોટ,તા. ૨૮: કુવાડવા રોડ પર બેટી નદીના પુલ પરથી એરપોર્ટ પોલીસે બાતમીના આધારે એક શખ્સને દારૂની ૧૦ બોટલ સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ બેટી નદીના પુલ પરથી એક શખ્સ બાઇક પર દારૂના જથ્થા સાથે પસાર થવાનો હોવાની એરપોર્ટ પોલીસ મથકના કોન્સ. યશપાલસિંહ ઝાલા અને કોન્સ. દિવ્યરાજસિંહ ચુડાસમાને બાતમી મળતા પીઆઇ. જી.એમ.હડીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ આર.એન. સાંકળીયા, એ.એસ.આઇ જીતેન્દ્રભાઇ બાળા, હેડ કોન્સ. યોગેન્દ્રભાઇ, અશોકભાઇ કલાક, મહાવીરસિંહ ચુડાસમા, યશપાલસિંહ ઝાલા, દિવ્યરાજસિંહ અને કનુભાઇ ભમ્મર સહિત વોચમાં હતા. ત્યારે બેટી નદીના પુલ પરથી હોન્ડા મોટર સાયકલ પર પસાર થતા શખ્સને શંકાના આધારે રોકી તલાશી લેતા તેની પાસેથી રૂ. ૪,૦૦૦ની કિંમતની વિદેશી દારૂની ૧૦ બોટલ મળી આવતા બાઇક ચાલકનું નામ પુછતા તેણે પોતાનું નામ વિશાલ ઉર્ફે બાલો ભનાભાઇ સોરાણી (ઉવ.૨૦) (રહે. યુવરાજનગર શેરી નં.૩, ગમારા પેટ્રોલપંપની સામે) જણાવતા તેની ધરપકડ કરી હતી.

(3:46 pm IST)