Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

રાજકોટમાં બપોર સુધીમાં કોરોનાના શુન્ય કેસ

હાલમાં ૧૪૨ દર્દીઓ સારવાર હેઠળ : શહેરના કુલ કેસનો આંક ૪૨,૬૯૬થયોઃ આજ દિન સુધીમાં ૪૨,૦૯૯ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૯૮.૬૦ ટકા થયો

રાજકોટ તા. ૨૮: આજે  શહેરમાં બપોર સુધીમાં શુન્ય કેસ નોંધાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કોઇ કેસ નોંધાયા નથી.  શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૪૨,૬૯૬ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે.

ગઇકાલે કુલ ૮૨૩ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૮  કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૦.૯૭ ટકા થયો  હતો. જયારે ૨૪ દર્દીઓે સાજા થયા હતા.

આજ દિન સુધીમાં  ૧૧,૮૭,૭૮૯ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૨,૬૯૬  સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૫૯ટકા થયો છે. જયારે રિકવરી રેટ ૯૮.૬૦ ટકા થયો છે.

જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ ૧૪૨ દર્દીઓ સારવાર હેઠળ છે.

(3:21 pm IST)