Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

રસ્તા પર ઉઘરાણા કરાવવા ટ્રાન્સજેન્ડર પુત્રને કિન્નરોની ટોળકી બળજબરીથી બીજી વખત ઉઠાવી ગઇ ! બચાવી લેવા માતા-પિતાનો વલોપાત

પારેવડી ચોકમાં રહેતો ચિરાગ ટ્રન્સજેન્ડર છે તેના માતા-પિતાએ સરકારશ્રીના નિતી નિયમો મુજબ ટ્રાન્સજેન્ડર પર્સનની અરજી કરી છેઃ ત્રાસમાંથી બચાવવા પોલીસ કમિશ્નર સમક્ષ ધા

રાજકોટઃ ટ્રાન્સજેન્ડર યુવક ઉપર રસ્તા પર ઉઘરાણા કરતી ટોળકીનો ત્રાસ. બીજી વખત અપહરણ કરી ઉઠાવી ગયા. ત્રાસમાંથી બચાવવા માતા-પિતાની પોલીસ કમિશ્નર સમક્ષ રજુઆત. (ફોટોઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ર૮: ચિરાગ જયંતીભાઇ મકવાણા નામના યુવકે આજે પોતાના માતા-પિતા સાથે પોલીસ કમિશ્નર કચેરીએ પહોંચી કિન્નરોની ટોળકી બળજબરીથી તેને પોતાની સાથે સામેલ કરી ઉઘરાણા કરાવવા માંગતી હોવાની ફરીયાદ કરી છે. આ ટોળકીએ અગાઉ પણ તેનું અપહરણ કરી ગોંધી રાખ્યાનું જણાવી પોતાને સલામતી બક્ષવા માંગણી કરી છે.

 તેણે જણાવ્યું છે કે હું મહાત્મા ગાંધી પ્લોટ, શેરી નં. ૧, પારેવડી ચોક, બેડીપરામાં મારા પિતા જયંતીભાઇ મકવાણા અને માતા રંજાબેન મકવાણા સાથે રહું છું. ર૬ મી સવારે મારા ઘરે મોહીની ઉર્ફે મીત નામનો કિન્નર એકટીવા નં. જી.જે. ૦૩ બી ૪૩૮પ ઉપર આવી અમારી ઘરે વાહન રાખી ફોસલાવી પારેવડી ચોકમાં ઓવર બ્રીજ પાસેથી રીક્ષામાં લઇ ગયો હતો.

જુના જકાતનાકા પાસે અગાઉથી કિન્નરોની ટોળકીના મીરાન્દે કંચનદે (ફટકડી) ,    ભાવીકા મીરાન્દે (સેન્ડી), ગોપીદે મીરાન્દે, કપીલ ફટકડીનો પતિ અને તેની સાથે અજાણ્યા ૧પ થી ૧૭ કિન્નરો રીક્ષા લઇને ઉભા હતા. આ બધાયે મને ધાકધમકી આપી, તું ટ્રાન્સજેન્ડર છે, હવે તું ઘરબાર છોડી દે અને અમારી સાથે જોડાઇ જા. અમે આ વાતનો સ્વીકાર ન કરતા બળજબરીપુર્વક રીક્ષામાં બેસાડી મોરબી રોડ પરની એક સોસાયટીના મકાનમાં લઇ જઇ ઢીકા-પાટુ મારવાનું શરૂ કર્યુ હતું અને વિડીયો ઉતારવાનું શરૂ કર્યુ હતું. આમ થવાથી હો-હા થઇ ગઇ હતી અને લોકો એકઠા થઇ ગયા હતા. ત્યારે પોતાના બચાવમાં આ ટોળકીએ લોકોને જણાવ્યુ઼ હતું કે આ છોકરો કીન્નર નથી તે નકલી કીન્નર બની ઉઘરાણા કરે છે. જેથી લોકો વિખેરાઇ ગયા હતા. હું સતત નકલી પાવૈયા બનવાનો ઇન્કાર કરતો હોવાથી અવાર નવાર મારા માતા-પિતાને ગાળો આપી મારા ઘરમાં તોડફોડ કરે છે. અમારા વિસ્તારના સીસીટીવી ફુટેજના પુરાવા એકઠા કરી તમામ સામે કાયદાકીય પગલા લેવા મારી માંગણી છે.

(3:18 pm IST)