Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

જિલ્લા બેંકના સભાસદોને ૧પ% ડીવીડન્ડ : તબીબી સારવાર માટે પ લાખ સુધી લોન

બેંકનો આ વખતનો ચોખ્ખો નફો ૪૭ કરોડ : ઓનલાઇન સામાન્ય સભામાં ચેરમેન જયેશ રાદડિયાની મહત્વની જાહેરાતો : ૩૦ લાખ સુધીની બેંક ગેરંટી યોજના : મધ્યમ મુદતના ધિરાણોમાં વ્યાજ રાહત : ઉચ્ચ અભ્યાસ માટે રાહતદરે લોન

રાજકોટ જિલ્લા સહકારી બેંકની વાર્ષિક સાધારણ સભાનું ઉદ્ઘાટન બેંકના ચેરમેન જયેશ રાદડિયાના હસ્તે થયેલ. આ પ્રસંગે એમ.ડી. ઘનશ્યામભાઇ ખાટરિયા, જનરલ મેનેજર વી. એમ. સખિયા, બોર્ડ ઓફ ડીરેકટર્સના સભ્યો વગેરે ઉપસ્થિત રહેલ. કેટલાક આગેવાનો-સભ્યો જે તે તાલુકા મથકોએથી વિડીયો કોન્ફરન્સથી સામાન્ય સભામાં જોડાયા હતા. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ર૮ :  જિલ્લા સહકારી બેંકની આજે મળેલ સાધારણ સામાન્ય ચેરમેન અને રાજયના નાગરિક પુરવઠા મંત્રી જયેશ વિઠ્ઠલભાઇ રાદડિયાએ ખેડૂતો અને સભાસદોને લાગુ પડતી મહત્વની જાહેરાતો કરેલ બેંક દ્વારા ખેડૂતોને ર૦ર૦-ર૧ ના નાણાકીય વર્ષમાં રૂ. પ૯૭ કરોડનુ઼ ઝીરો ટકા વ્યાજનું઼ કે.સી.સી. ધિરાણ કરાયેલ વર્ષોથી બેંકનું નેટ એન.પી.એ. ઝીરો અને વસુલાત ૯૯ ટકા ઉપર છે. આજે સભાસદોને શેર મુડી પર ૧પ ટકા ડીવીડન્ડની જાહેરાત કરાયેલ છે. ગઇ ૩૧ ટકા ડીવીડન્ડની જાહેરાત કરાયેલ છે. ગઇ ૩૧ માર્ચની સ્થિતિએ ૬૬પ૯ કરોડ થાપણ અને ૪૧૮૧ કરોડ રૂપિયા ધિરાણ થયેલ છે. બેંકને નાબાર્ડ તરફથી ત્રણ વખત શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ મળેલ છે.

ચેરમેન જયેશ રાદડિયાએ જણાવેલ કે રાજકોટ જીલ્લા સહકારી બેંકે સહકારી ક્ષેત્રેમાં નવા જ આયામો હાંસલ કર્યા છે. આ બેંકે ખેડૂતોને કે.સી.સી. ધિરાણમાં કરોડો રૂપિયાની વ્યાજ માફી આપવા ઉપરાંત મ.મુ. ખેતી વિષયક લોનમાં ખેડૂતોને ૧ટકા વ્યાજ બાહત તથા મંડળીઓને કે.સી.સી. ધિરાણમાં ૧.રપ ટકા માર્જીન આપવા છતા રાજકોટ ડિસ્ટ્રિકટ બેંકે રૂ. ૧ર૯ કરોડનો ગ્રોસ નફો અને રૂ. ૪૭.૦૦ કરોડનો ચોખ્ખો નફો કરેલ છે.

ગ્રામ્ય વિસ્તારના તમામ સ્તરના લોકો, ખેડૂતો અને શ્રમિકોનો આ બે઼ક ઉપર અદ્ભૂત વિશ્વાસ સંપાદિત કરી બેંકને વટવૃક્ષ બનાવવામાં અને દેશની ટોચની સહકારી સંસ્થાઓમાં બેંકનું સ્થાન પ્રથમ નંબરે અંકિત કરવામાં સિંહફાળો આપી ખેડૂતો માટે રાત-દિવસ અથાગ પરિશ્રમ કરનાર શ્રી વિઠ્ઠલભાઇ રાદડિયાની રાહબરીમાં આ બેંકે જે વિકાસ અને વિશ્વાસ સંપાદિત કરેલ છે. વર્ષના કોરોના મહામારીમાં લોકડાઉનમાં ખેડૂતોને આર્થિક વ્યવહારોમાં મુશ્કેલી પડે નહી તે માટે બેંકની ૧૯૯ શાખાઓ મારફત ઇન્ફોર્મેશન ટેકોલોજી સાથે તમામ સવલતો આપવા પણ બેંક કટીબધ્ધ છે. આજની સાધારણ સભામાં મહત્વની જાહેરાતો નીચે મુજબ છે.

(૧) સભાસદોની શેર મુડી ઉપર ૧પ ટકા ડિવિડન્ડ ચુકવવાની જાહેરાત.

(ર) મેડીકલ સારવાર માટે રૂ. પ લાખ સુધીની રાહત વ્યાજના દરે લોનની નવી યોજના (વ્યાજ દર ૬ ટકા)

(૩) રૂ. ૩૦ લાખ સુધી બેંક ગેરન્ટી-યોજના જાહેર.

(૪) ધોરણ ૧૦ થી ઉપરના ઉચ્ચ અભ્યાસ માટે રાહત વ્યાજના દરે રૂ. રપ લાખની લોન યોજના (વ્યાજ દર ૯ટકા)

(પ) ખેત જાળવણી લોનમાં રૂ. ર લાખનો વધારો કરી મહત્તમ રૂ. ૧૦ લાખ સુધીની લોન યોજના.

(૬) મંડળીઓને કે.સી.સી. ધિરાણ ઉપર વર્ષ-ર૦ર૧-રર માટે ૧ ટકા ના બદલે ૧.પ૦ ટકા વ્યાજ માર્જીનની જાહેરાત કરેલ જેથી મંડળીઓને વધારાના રૂ. ૧૬.પ૦ કરોડ જેવી વ્યાજ આવક મળશે.

(૭) મધ્યમ મુદત ખેતી વિષયક ધિરાણોની રેગ્યુલર વસુલાત ભરનાર ખેડૂતોને વર્ષ-ર૦ર૧-રર માટે ૧ ટકા વ્યાજ રીબેની જાહેરાત, જેથી ખેડૂતોને રૂ. ૮ કરોડનો ફાયદો થશે.

(૮) સભાસદ મંડળીઓને બેંકના વધારાના શેર આપી બેંકના શેર ભંડોળમાં રૂ. ૩૬ કરોડનો વધારો, કુલ શેર ભંડોળ રૂ. ૧૦ર કરોડ થયું, લાંબા સમય સુધી ડિવિડન્ડનો લાભ મંડળીઓને મળશે.

(1:10 pm IST)