Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

ડોકટર્સ-ડેના ડો.હિમાંશુ ઠકકર અને ડો.કૃપા ઠકકરની દાંત તથા કાન-નાક-ગળાની હોસ્પિટલનો ૧૫માં વર્ષમાં પ્રવેશ

ગુરૂવારે રાહતદરે દાંત, કાન-નાક, ગળા તથા એલર્જી અને બહેરાશના રોગોનો નિદાન તથા સારવાર કેમ્પઃ અગાઉથી નામ નોંધાવવું જરૂરી

રાજકોટઃ સૌરાષ્ટ્રની પ્રથમ હરોળની હોસ્પિટલોમાની એક એવી ડો.ઠક્કરની દાંત તથા કાન-નાક-ગાળાની અદ્યતન સર્જીકલ હોસ્પીટલ એન્ડ એન્ડોસ્કોપી સેન્ટર, ૧૪ વર્ષ પુરા કરી ૧૫માં વર્ષમાં પ્રવેશ કરી રહી છે ત્યારે ૧ જુલાઈ ગુરૂવારના રોજ  રાહત દરે દાંત તથા કાન,નાક ગળા.એલર્જી તથા બહેરાશ ના રોગોનો નિદાન અને સારવાર  કેમ્પ. વિદ્યાનગર મેઇન રોડ,૨૦૨-લાઇફ લાઇન બિલ્ડીંગ, બીજે માળે, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

ઠકકર હોસ્પિટલ ખાતે કાન નાક ગળા ના સર્જન ડો. હિમાંશુ ઠકકર કે જેઓ ૨૦ વર્ષ થી પણ વધારે સમય થી રાજકોટ ખાતે પ્રેકિટસ કરી રહ્યા છે.તેઓ આ કેમ્પમાં સેવા અપશે. જે દર્દીઓને નાકમાં શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય,કાયમી માથું દુખવું, કાયમી શરદી રહેવી, નાકમાંથી પાણી પડવું, મ્યુકોરમાયકોસીસ કે જે નાક અને સાઇનસમાં થતી ઝેરી ફૂગ છે તેનું નિદાન અને ઓપરેશન.તેમના માટે સાયનસ એન્ડોસ્કોપ અને કેમેરા દ્વારા જૂની શરદી, સાયનસ, તથા નાકના મસાનું, નાકની ત્રાસી હડકી વિ.નું નિદાન તથા તેનું નાકવાટે દૂરબીનથી ટાંકા વગરનું ઓપરેશન.નાકસુર કે જેમાં આંખમાંથી સતત પાણી નીકળતું હોય તેનું નાક વાટે દૂરબીન વડે ચેકા ટાંકા વગરનું ઓપરેશન.  કાનના રોગો જે દર્દીઓને કાનમાંથી વારંવાર રસી નીકળતા હોય, કાનના પડદાના કાણાં, કાનની હડકીનો સડો,કાનની બહેરાશનું (ઓડિયોમેટ્રી), ચકકર, કાનના તમરા વિ.નું નિદાન. તથા કાન નું ચેકા ટાંકા વગરનું ઓપરેશન કરી આપવામાં આવશે. અને દર્દીને માત્ર સવારથી સાંજ સુધી જ હોસ્પિટલમાં રોકાણ અને ખૂબ જ ઝડપી રિકવરી મળે છે.

ગળાના રોગો જેવાકે ગળાના કાકડા. ગળાની ગાંઠ સાદી. ટીબીની. કેન્સરની વિ.નું નિદાન અને સારવાર સ્વરપેટીના રોગો જેવાકે ધોઘરો અવાજ અન્નનળીના રોગો કે જેમાં ખોરાક ઉતારવામાં તકલીફ પડવી વિ. વ્યસનથી મોં તથા ગલોફામાં અને જીભ માં થયેલા અને ના રૂજાતા ચાંદીનું નિદાન અને સારવાર .વ્યસનથી જકડાઈ ગયેલ મોઢા તથા જડબાના સાંધાની સારવાર. નાના બાળકોની શ્વાસનળી કે અન્નનળીમાં ફસાયેલ કોઈપણ વસ્તુ દૂરબીન વડે તાત્કાલિક અને સલામત રીતે કાઢી આપવામાં ખૂબ જ નામના મેળવી ચૂકેલા ડો. હિમાંશુ ઠકકરે અનેક જટિલ અને COMPLICATED ઓપરેશનો પાર પાડ્યા છે તેની આખી એક સિરીઝ છે કે જેમાં માત્ર ૬-મહિનાના બાળકની શ્વાસનળીમાં ફસાયેલ મેટલ સ્ક્રૂ, ૧૧ મહિનાના બાળકની શ્વાસનળીમાં ફસાયેલ મેટલ સ્પ્રિંગ, ૨ વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયેલ મેટલ કેપેસીટર, ૧ વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયેલ લોખંડની ટાંકણી દૂરબીન વડે કાઢી આપી આવી જ રીતે અન્નનળીમાં ફસાયેલ ફોરેન બોડી જેવા કે, ૯ મહિનાના બાળકની અન્નનળીમાંથી મેટલની ઘૂઘરી, ૩ વર્ષના બાળકની અન્નનળીમાંથી વાંકી વડેલી લોખંડની ખીલ્લી, ૭ વર્ષના બાળકની અન્નનળીમાંથી લોહચુંબક (૨ સે.મી.), વી. દૂરબીન વડે કોઈપણ જાતના કોંપ્લિકેશન વગર ગણતરીની મિનિટોમાં જ ઓપરેશન પાર પાડી અનેક માસુમ બાળકોને નવજીવન આપ્યું છે. ડો.ઠકકરના અનેક આર્ટિકલો મેડિકલ ક્ષેત્રની આંતરરાષ્ટ્રીય કક્ષાની જનરલોમાં પ્રસિદ્ધ થયેલ છે.

 ડો. હિમાંશુ ઠકકરને આઈ.એમ.એ. ડો. સી. એસ. ઠાકર નેશનલ એવોર્ડ અને પ્રાઈડ ઓફ સૌરાષ્ટ્રનો એવોર્ડ પણ મળેલ છે.લોહાણા મહાપરીષદ દ્વારા તેમને  ઇન્ટરનેશનલ બેસ્ટ રઘુવંશી વ્યવસાયિક પ્રતિભા અવોર્ડ એનાયત થયેલ છે. ડો. હિમાંશુ ઠકકર ઈન્ડિયન  મેડિકલ અસોશિએશન રાજકોટના ભુતપૂર્વ સેક્રેટરી તરીકે પણ ફરજ બજાવેલ છે.ભૂતપૂર્વ  પ્રેસીડેન્ટ  ઈએન્ટી  સોસાયટી ઓફ રાજકોટ,ભૂતપૂર્વ પ્રમુખ રઘુવંશી ડોકટર અસોશિએશન રાજકોટ હાલમાં તેઓ લોહાણા મહાજન રાજકોટ ના મંત્રી છે.                                                                                                     

તેમની સાથ ેશ્રીમતી  ડો.કૃપા એચ. ઠકકર આ હોસ્પીટલમાં દાંતના સર્જન છે કે જેઓ છેલ્લા ૧૮ વર્ષથી પણ વધારે સમયથી પ્રેકિટસ કરી રહ્યા છે અને દાંતના અનેક રોગોની સારવારમાં તેમની માસ્ટરી છે જેવી કે ડહાપણ દાઢ જેવી કે વાંકી, ત્રાંસી, એકદમ આડી જડબામાં ફસાયેલી વી. તેઓ ગણતરીની મિનિટોમાં જ કાઢી આપે છે આ ઉપરાંત સિંગલ સિટિંગ રૂટ કેનાલ ટ્રીટમેન્ટ (RCT), દાંતના મૂડીયાની સારવાર તથા બાળકોમાં સડી ગયેલા દાંતની સારવારમાં તેઓની માસ્ટરી છે તે ઉપરાંત ફિકસ દાંત, બત્રીસી, સિરામિક દાંત, દાંતની સુંદરતા વધારવા માટે ટુથ વ્હાઇટનિંગ તથા પેઢાના પાયોરિયાની સારવાર આધુનિક સાધનો વડે કરી આપવામાં આવે છે. ડેન્ટલ ઈમ્પ્લાન્ટ કે જેમાં જડબામાં સ્ક્રૂ નાખી ફિકસ દાંત તથા જેના પર ચોકઠાં પણ બેસાડવામાં આવે છે તે સારવાર  કરી આપવા માં આવે છે. નાના બાળકો ની દાત ની સારવાર પણ કરી આપવા માં આવે છે.

આ તબકકે  દાંત તથા  કાન-નાક ગળા, એલર્જિ   તથા બહેરાશના રોગો માટે રાહત દરે નિદાન તથા ખૂબ જ રાહત દરે જરૂરિયાત મંદ દર્દીઓ માટે કાન-નાકના ઓપરેશનો કરી આપવામાં આવશે. .

કેમ્પનો સમય  તા. ૧ જુલાઈ ગુરૂવાર સવારે ૧૦ થી ૧ અને સાંજે ૪ થી ૬ સુધી.

અગાઉંથી નામ નોંધાવવું જરૂરી.  કેમ્પનું સ્થળઃ- ડો. ઠકકરની દાંત તથા કાન-નાક-ગળાની  હોસ્પિટલ, વિદ્યાનગર મેઇન રોડ, ૨૦૨-લાઇફ લાઇન બિલ્ડીંગ, બીજે માળે, રાજકોટ. ફોન નંબર. ૦૨૮૧-૨૪૮૩૪૩૪. મો ૯૧૦૬૧૧૯૦૩૮

(11:56 am IST)