Gujarati News

Gujarati News

News of Sunday, 28th June 2020

સાંજે રાજકોટમાં કોરોનાના વધુ બે કેસ પોઝિટિવ : સવારે 4 સહીત આજે કુલ છ કેસ નોંધાયા : કુલ આંક 159 થયો

પંચવટી સોસાયટી પાછળ શ્રી કોલોનીના 53 વર્ષીય મહિલા અને 150 ફૂટ રિંગ રોડની અનામિકા સોસાયટીના 63 વર્ષીય પુરુષને કોરોના

રાજકોટ : આજે સાંજે રાજકોટમાં વધુ બે કેસ પોઝિટિવ આવેલ છે આજે સવારે ચાર કેસ પોઝિટિવ આવ્યા બાદ સાંજે વધુ બે કેસ પોઝિટિવ આવતા આજે એક જ દિવસમાં અત્યાર સુધીમાં છ કેસ નોંધાયા છે

શહેરના પંચવટી સોસાયટી પાછળ આવેલ 20 શ્રી કોલોનીમાં રહેતા 53 વર્ષીય મહિલા કે જેના પતિને કોરોના પોઝિટિવ આવેલ હતો હવે સાંજે તેની પત્નીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવેલ છે જયારે શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ અનામિકા સોસાયટી-2માં રહેતા 53 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે આ સાથે શહેરમાં કુલ કેસની સંખ્યા 159 થઇ છે 

 

(6:40 pm IST)