Gujarati News

Gujarati News

News of Sunday, 28th June 2020

રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં ગગનમાં સૂર્યનારાયણ ફરતે અલૌકિક આભાવલય

આજે બપોરે ૧રાા વાગે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના આકાશમાં અદ્ભૂત-અલૌકિક નઝારો જોવા મળ્યો ભરબપોરે સૂર્ય ફરતું અભૂતપૂર્વ ઇન્દ્રધનુષ જેવું જોઇ લાખો લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા. આ ઇન્દ્રધનુષનું કુદરતી સાંૈદર્ય નજરે નિહાળવા www.akilanews.com ની વેબસાઇટ અચુક નિહાળજો.  સૂર્યનારાયણ સંકેત આપે છે કે, આદ્રા નક્ષત્રની ભ્રમણ કક્ષામાં છું. જે રાહુનું નક્ષત્ર છે. વચ્ચેનો અંધકાર સૂર્યગ્રહણનો પ્રભાવ દેખાય છે. વરસાદ સારો પડે તેવો સંકેત છે. રોગચાળામાં રાહત થાય. તેવું કેશોદના જયોતિષ નરેશભાઇ જોશી જણાવે છે. આ નજારો આટકોટ-જસદણ-સહિતના વિસ્તારોમાં પણ જોવા મળ્યો હતો અને એક કલાકથી વધુ સમય સુધી આ દૃશ્ય જોવા મળ્યું હતું તેમ આટકોટના પ્રતિનિધિ વિજય વસાણીએ જણાવ્યું હતું.આ ઉપરાંત ગોંડલ, ધોરાજી, જસદણ, જુનાગઢ સહિત અનેક જગ્યાએ આ અદ્ભૂત નજારો જોવા મળ્યો હતો. (તસ્વીર : સંદિપ બગથરીયા, અકિલા)

(3:29 pm IST)