Gujarati News

Gujarati News

News of Friday, 28th June 2019

તિનપત્તીના જૂગારના બે દરોડાઃ ૬ પકડાયા

માધાપર ચોકડીએ વરલીનો જૂગાર રમતાં એક પકડાયો

રાજકોટ તા. ૨૮: તિનપત્તીના બે દરોડામાં માર્કેટ યાર્ડ હુડકો પાસે શ્રીરામ સોસાયટીમાંથી ડીસીની ટીમે ત્રણ શખ્સોને પકડી રૂ. ૨૦૬૫૦ની રોકડ કબ્જે લીધી હતી. જ્યારે માલવીયાનગર પોલીસે આંબેડકરનગરમાં દરોડો પાડી જાહેરમાં જૂગાર રમતાં ત્રણને પકડી લઇ રૂ. ૩૪૦૦ કબ્જે લીધા હતાં. આ ઉપરાંત માધાપર ચોકડીએથી ગાંધીગ્રામ પોલીસે વરલી રમતાં એકને પકડી લીધો હતો.

ડીસીબીના પીએસઆઇ એ. એસ. સોનારાની ટીમના હેડકોન્સ. અનિલભાઇ સોનારા, સમીરભાઇ શેખ, મહેશભાઇ મંઢ, નિશાંતભાઇ પરમાર, હરદેવસિંહ,  સહિતે માર્કેટીંગ યાર્ડ  પાસે હુડકો કવાર્ટર નં. ઇ-૪૪ પાસે દરોડો પાડી જાહેરમાં પત્તા ટીચતા કોૈશિક દિલીપભાઇ ૃટોળીયા (રહે. હુડકો કવાર્ટર-૪૪), ભરત જયંતિભાઇ કારીયા (ઉ.૫૮-રહે. એરપોર્ટ રોડ શિવાજી પાર્ક) તથા મયુર લાલજીભાઇ ચંદવાણી (ઉ.૫૬-રહે. કૈલાસ પાર્ક-૯)ને પકડી લઇ રૂ. ૨૦૬૫૦ની રોકડ કબ્જે લીધી હતી.

જ્યારે માલવીયાનગર પોલીસે આંબેડકરનગર ચોક રામાપીરના મંદિર પાસે દરોડો પાડી જાહેરમાં તિનપત્તી રમી રહેલા નિલેષ રમેશભાઇ ચાવડા (ઉ.૨૫, રહે. નાના મવા રોડ આંબેડકરનગર-૬), રાજુ વલીમામદ સોરા (ઉ.૩૩-રહે. ખોડિયારનગર-૧/૭) તથા અશોક જીવાભાઇ ચોૈહાણ (ઉ.૩૪-રહે. આંબેડકરનગર-૩)ને પકડી લઇ રૂ. ૩૪૦૦ રોકડા તથા ગંજીપાના કબ્જે લીધા હતાં. પીએસઆઇ જે. એસ. ચંપાવત, હરપાલસિંહ જાડેજા સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો.

જ્યારે ગાંધીગ્રામના હેડકોન્સ. રાહુલભાઇ વ્યાસ, કનુભાઇ બસીયા સહિતે માધાપર ગામના બસ સ્ટેશન પાસે દરોડો પાડી વિઠ્ઠલ દાનાભાઇ પરમાર (ઉ.૪૫)ને વરલીનો જૂગાર રમતાં પકડી લઇ રૂ. ૯૫૦,  બોલપેન, ચીઠ્ઠીઓ કબ્જે લીધા હતાં.

(1:25 pm IST)