Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

વલ્લભભાઇ પટેલનું અખંડ ભારતનું સ્વપ્ન નરેન્દ્રભાઇના નેતૃત્વમાં સાકાર થશે : નીતિન ભારદ્વાજ કાશ્મીર માટે ડો. શ્યામાપ્રસાદજીએ આપેલ બલિદાન એળે નહી જવા દેવાય : બીનાબેન આચાર્ય

કોંગ્રેસના સૈફુદીન સોઝના પુતળાને જુતાનો હાર પહેરાવી કરાયો દેખાવો : ભાજપ કાર્યકરોએ કોર્પોરેશન ચોકને ગજાવી મુકયો

રાજકોટ : કોંગ્રેસના કાશ્મીરના નેતા અને પૂર્વ કેન્દ્રીયમંત્રી સૈફુદીન સોઝે કરેલ કાશ્મીર અંગેની ટીપ્પણીનો જડબાતોડ જવાબ આપવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ અને પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, મેયર બીનાબેન આચાર્ય, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા સહીતના આગેવાનોની ઉપસ્થિતીમાં શહેર ભાજપ દ્વારા કોર્પોરેશન ચોકમાં કોંગ્રેસના સૈફુદીન સોઝેના પુતળાને હાર પહેરાવી, દેખાવો કરાયો હતો. આ તકે પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજે જણાવ્યુ હતુ કે દેશ આઝાદ થયો ત્યારે દેશભરના રજવાડાઓને એક કરવાનું કાર્ય સરદાર વલ્લભભાઇ પટેલે કર્યુ હતુ. ભારત દેશ અખંડ બને અને સર્વત્ર હરીયાળી ક્રાતિ છવાય તે માટે પોતાનું યોગદાન આપેલ. ત્યારે કોંગ્રેસ હવે સત્તા માટે બેવિચારી ભાષણો અને નિવેદનો આપી રહી છે. કાશ્મીરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભુતકાળમાં તીરંગો લહેરાવ્યો છે ત્યારે ભારતીય જનતાનો પ્રત્યેક કાર્યકર્તા દેશ અખંડ ભારત બને તે માટે કટીબધ્ધ બન્યો છે. આ તકે મેયર બીનાબેન આચાર્યએ જણાવેલ કે કોંગ્રેસની ખોટી નીતીને કારણે ડો.શ્યામાપ્રસાદજીનું બલિદાન લેવાયુ. પણ હવે કાશ્મીરની જનતા જાગી ગઇ છે. શ્યામાપ્રસાદજીના બલિદાનને એળે નહી જવા દેવા સંકલ્પબધ્ધ થઇ છે. એક સમયે પરમીટ વગર કાશ્મીરમાં કોઇ પ્રવેશી ન શકતુ તે વખતે શ્યામાપ્રસાદજીએ કહેલ કે હું પરમીટ વગર જઇશ. જનસંઘે પણ એક દેશમાં દો વિધાન નહીં ચલેંગેનો નારો ચલાવ્યો. બાદમાં એ ત્રણ બાબતો દુર થઇ. આઝાદી બાદ દેશના ૫૬૨ રજવાડાઓને એક કરવાનું કામ સરદાર પટેલે કર્યુ. જયારે જમ્મુ કાશ્મીર નહેરૂએ પોતાના હસ્તક રાખતા તેની ભુલના કારણે આજે કાશ્મીરની સમસ્યાની પીડા ભોગવી રહ્યા છીએ. પણ હવે જાગૃતિનો વાયરો વાયો છે. ડો. શ્યામાપ્રસાદજીનું બલિદાન એળે નહી જવા દેવાય. આ તકે શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે પણ કોંગ્રેસ અને સૈફુદીન સોઝની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. આ કાર્યક્રમમાં મોહનભાઇ વાડોલીયા, કેતન પટેલ, કંચનબેન સિધ્ધપુરા, મહેશ રાઠોડ, જયોત્સનાબેન હળવદીયા, અનિલભાઇ પારેખ, હરેશ જોષી, દિનેશ કારીયા, નિતીન ભુત, માધવ દવે, અશ્વિન  પાંભર, પ્રદિપ ડવ, અશ્વિન મોલીયા, દલસુખ જાગાણી, અજય પરમાર, રસિક બદ્રકીયા, કાનજીભાઇ ખાણધર, યુવરાજસિંહ ચુડાસમા, સંજય ગોસ્વામી, કાનાભાઇ ડંડૈયા, ઘનશ્યામ કુંગશીયા, જીતુ સેલારા, રમેશ પંડયા, કિરીટ ગોહેલ, કાથડભાઇ ડાંગર, રજનીભાઇ ગોલ, કમલેશ શર્મા, પ્રવિણ પાઘડાર, યોગરાજસિંહ જાડેજા, સુરેશ રામાણી, હસુભાઇ ચોવટીયા, રત્નાભાઇ મોરી, મહેશ બથવાર, સુરેશ વસોયા, હીરેન ગોસ્વામી, બાબુભાઇ આહીર, મનીષ રાડીયા, મીનાબેન પારેખ, શીલ્પાબેન જાવીયા, પુષ્કર પટેલ, અશ્વિન ભોરણીયા, વર્ષાબેન રાણપરા, અનીતાબેન ગોસ્વામી, અલ્કાબેન કામદાર, જગદીશ ભોજાણી, મુકેશ મહેતા, ભાવેશ દેથરીયા, પૂર્વ કોર્પોરેટર શામજીભાઇ ચાવડા, પોપટભાઇ ટોળીયા, દીપકભાઇ મારૂ, ભગીરથીબેન લીંબડ, જે. ડી. ડાંગર, અનીલ લીંબડ, જયેન્દ્ર ગોહેલ, હારૂનભાઇ શાહમદાર, ફારૂકભાઇ બાવાણી, પરાગ મહેતા, મનસુખ જાદવ, રમેશ દોમડીયા, જયોતિબેન લાખાણી, નીરજ પાઠક, જીતુ સીસોદીયા, ગૌતમ ગોસ્વામી, મનોજ પાલીયા, રામદેભાઇ આહીર, મનોજભાઇ પરમાર, દક્ષાબેન વાઘેલા, દીગુભા ગોહીલ, સંદીપ ડોડીયા, વજુભાઇ લુણાસીયા, રજાકભાઇ જામનગરી, યોગેશ ભટ્ટ, પૃથ્વીસિંહ વાળા, પરેશ પીપળીયા, સોમાભાઇ ભાલીયા, પુનીતાબેન પારેખ, ડી. બી. ખીમસુરીયા, રસિકભાઇ પટેલ, ગુલાબસિંહ જાડેજા, કીશન ટીલવા, જયસુખ બારોટ, વિશાલ માંડલીયા, અમિત તન્ના, કીરીટ કામલીયા, નિતીન વાઘેલા, વિજય ચાવડા, મનોજ ચાવડા, શૈલેષ ડાંગર, સંજય ભાલોડીયા, સુરેશ સિંધવ, જે. ડી. ઉપાધ્યાય, માધવીબેન ઉપાધ્યાય, નિતુબેન કનારા, દીપાબેન મલકાણ, રીટાબેન સખીયા, રક્ષાબેન વાયડા, દીપાબેન કાચા, અનસુયાબેન કામલીયા, સોનલબેન ચોવટીયા, કાળુભાઇ ઓડ, મીથુન પ્રેમાણી, જેન્તીભાઇ ધાધલ, ફારૂકભાઇ મુસાણી, ઇબ્રાહીમ સોની, ચંદ્રસિંહ જાડેજા, નિખીલ રાઠોડ, યુસુફ કટાર, જસ્મીન મકવાણા, અમિત કમાણી, કમલેશ હીંડોચા, ભાઇચંદભાઇ કુંડલીયા, બીપીન રાઠોડ, મુકેશ પરમાર, કપીલ વાઘેલા, અજય વાઘેલા, કાળુભાઇ ભરવાડ, દેવયાનીબેન રાવલ, પરેશ મારૂ, કીર્તીભાઇ રાવલ, વનીતાબેન દક્ષીણી, જમનાદાસ વીસરીયા, હીરેન સાપરીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ભાજપ

(3:56 pm IST)