Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

આંગણવાડીઓમાં જીવાતવાળો નાસ્તો આપનાર સ્ત્રી શકિત સંસ્થા ડીસમીસ

ગઇકાલે કોંગી કોર્પોરેટર જાગૃતીબેન ડાંગરે બેદરકારી ઝડપી લીધા બાદ મ્યુ. કમિશ્નરનો હુકમ : હવે પાર્થ એગ્રો સંસ્થાને કોન્ટ્રાકટ અપાશે

રાજકોટ, તા., ૨૮: મ્યુ. કોર્પોરેશનની વોર્ડ નં. ૧૩ ની આંગણવાડીમાં જીવાતવાળો નાસ્તો આપવામાં આવ્યાનું કોંગી કોર્પોરેટર જાગૃતીબેન પ્રભાતભાઇ ડાંગરે ઝડપી લીધા બાદ મ્યુ. કમિશ્નર બંછાનીધી પાનીએ આવો નાસ્તો આપનાર સ્ત્રી શકિત સંસ્થાને ડીસમીસ કરવાનો હુકમ કર્યો છે.

આ અંગે મ્યુ. કમિશ્નર બંછાનીધી પાનીએ જણાવ્યું હતું કે સ્ત્રી શકિત સંસ્થા કે જે શહેરની તમામ ૩૪૮ આંગણવાડીઓમાં નાસ્તો આપવાની હતી પરંતુ ગઇકાલે નાસ્તામાં જીવાત નિકળવા બાબતેના આરોગ્ય સાથે ચેડા બેદરકારી દાખવવા સબબ આ સંસ્થાને ડીસમીસ કરી તેની પાસેથી નાસ્તાનો કોન્ટ્રાકટ છીનવી લેવાયો છે.

શ્રી પાનીએ વધુમાં જણાવ્યું હતું કે હવે આંગણવાડીઓનો નાસ્તો પાર્થ એગ્રો સંસ્થાને સુપ્રત થશે.(૪.૧૨)

(3:48 pm IST)