Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

જૈન શ્રાવકને નામચીન ઇભલા દ્વારા અપાયેલ ધમકીના વિરોધમાં સમસ્ત જૈન સમાજની પોલીસ કમિશ્નરને રજુઆત

 રાજકોટઃ જૈન સમાજના કૌશલભાઈ જશવંતભાઈ ગોસલીયાની લાતી પ્લોટ ઓફિસે નામચીન ઈભલા અને તેના સાગરીતોએ કૌશલભાઈને ગોડાઉન પોતાના નામે કરી દેવા  તથા મારી નાખવાની ધમકી દિધેલ.

આ ઘટનાની જાણ થતાં જૈન સમાજના અગ્રણી જયોતિન્દ્રભાઈ મહેતા (મામા) , ડોલરભાઈ કોઠારી ( મનહર પ્લોટ સંઘ પ્રમુખ ), જયંતભાઈ મહેતા( અયોધ્યા પૂરમ ), ભરતભાઈ દોશી (નેમિનાથ - વીતરાગ સંઘ પ્રમુખ), અમીતભાઈ દેસાઈ( મોટા સંઘના કારોબારી સધ્સ્ય ), પ્રવિણભાઈ દેસાઈ, મયુરભાઈ શાહ, મિલનભાઈ કોઠારી, રાહુલભાઈ મહેતા, રજતભાઈ સંઘવી, ધીરેનભાઈ ભરવાડા,  રાજીવભાઈ ઘેલાણી, કેતનભાઈ વખારીઆ, મનોજ ડેલીવાળા સહિત અનેક અગ્રણીઓ દ્રારા શહેર પોલીસ કમિશનર શ્રી અનુપસિંહ ગેહલોતને આરોપીઓ વિરુદ્ઘ સખ્ત કાયદાકીય કાર્યવાહી કરવા રજુઆત કરવામાં આવેલ.

શ્રી ગેહલોત ખૂબ જ સાનુકૂળ પ્રતિભાવ આપતા જણાવ્યું કે પોલીસ ડીપાર્ટમેન્ટ શહેરમાં લો એન્ડ ઓર્ડર  જાળવવા સક્ષમ છે. નામચીન ઈભલા અને તેના સાગરીતો વિરુદ્ઘ કડકમાં કડક કાર્યવાહી થશે. વધુમાં તેઓએ કહ્યું કે આવા શખ્શો વિરુદ્ઘ ફરિયાદ કરવા નિડરતા સાથે આગળ આવો, પોલીસ ડિપાર્ટમેન્ટ ફરિયાદીને યોગ્ય સહકાર આપી ન્યાય અપાવવા મદદરૂપ બનશે. નિર્દોષ માણસો ઉપર લુખ્ખી દાદાગીરી કરનારને પાસામાં ધકેલવા સુધીની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

(3:45 pm IST)