Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

પદ્દમભુષણ વૈશ્ણવાચાર્ય ગોકુલોત્સવજી મહારાજ કાલથી રાજકોટમાં :સોમવારે શાસ્ત્રીય સંગીત

ભારતીય સંસ્કૃતિ- સંગીતને ગૌરવાન્વિત કરનાર ધ્રુપદ ખ્યાત શૈલીના : તેમના પુત્ર સંગીતાચાર્ય ડો.વ્રજોત્સવજી (ઈન્દોર) શાસ્ત્રીય ગાયન પીરસશે

રાજકોટ,તા.૨૮: પ્રખર હારમોનિયમ વાદક વૈષ્ણવાચાર્ય ગો.શ્રી રસીકરાયજી મહારાજશ્રીના અધ્યક્ષસ્થાને ૨ જુલાઈ સોમવારે રાત્રે હેમુગઢવી હોલ ખાતે શ્રી દ્વારિકેશ પુષ્ટિ સેવા સમિતિના ઉપક્રમે યોજાઈ રહેલ સંગીત સંધ્યામાં શાસ્ત્રીય સંગીતના સૂર્યસમા વૈષ્ણવાચાર્ય- પ્રખર વિદ્વાન પદ્મભૂષણ ગો.શ્રી ગોકુલોત્સવજી મહરાજ (ઈન્દોર) તથા તેમના આત્મજ (પુત્ર) પ્રખર સંગીતચાર્ય ડો.વ્રજોત્સવજી મહોદય (ઈન્દોર) શાસ્ત્રીય ગાયન પ્રસ્તુત કરશે.

 

શ્રી દ્વારિકેશ પુષ્ટિ સેવા સમીતિના ઉપક્રમે પ્રતિવર્ષ સમિતિના સર્વાધ્યક્ષ ગો.શ્રી રસીકરાયજી મહારાજ દ્વારા શાસ્ત્રીય સંગીતના સર્વોદય ગો.શ્રી રસીકરાયજી મહારાજ શ્રી દ્વારા શાસ્ત્રીય સંગીતના વાદન તથા ગાયનના કાર્યક્રમ યોજાઈ છે. જેમાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ખ્યાતીપ્રાપ્ત સંગીતજ્ઞો જેવા કે પદ્મ વિભૂષણ પંડિત જશરાજજી, પદ્મભુષણ ડો.ગો. ગોકુલોત્સવજી, શ્રીમતિ કંકણા બેનરજી, મંજુબેન મહેતા, પિયુબેન સરખેલ પ્રખર પખાવજવાદક રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત ગો.શ્રી દેવકીનંદનજી, મોહનવીણાના સર્જન શ્રી વિશ્વમોહન ભટ્ટ, પ્રખર તબલા વાદક પંડિત કુમાર બોસ વગેરે અનેક સંગીતજ્ઞોએ પોતાની કલા પીરસી છે.

આગામી ૨ જુલાઈ સોમવારે, રાત્રે ૯ વાગ્યે શ્રી હેમુગઢવી હોલ ખાતે યોજાયલ શાસ્ત્રીય સંગીત સમારોહમાં પ્રખર હાર્મોનીયમવાદક વૈષ્ણવાર્ચાય શ્રી રસિકરાયજી મહારાજશ્રીનું હાર્મોનીયમ વાદન થશે. ત્યારબાદ પદ્મભુષણ ડો.ગો.શ્રી ગોકુલોત્સવજી મહારાજ (ઈન્દોર) તથા તેમના આત્મજ (પુત્ર) સંગીતચાર્ય ડો.ગો.શ્રી વ્રજોત્સવજી મહોદય શ્રી શાસ્ત્રીય ગાયન પ્રસ્તતુ કરશે. જેને હોર્મોનિયમ સંગીત આપશે. જય સેવક, તબલા સંગીત આપશે શ્રી નિરજ ધોળકીયા, તાનપુરા પર સંગીત આપશે તર્જનીબેન હિરાણી તથા દુલારીબેન માકડ.

સંગીતપ્રેમીઓએ લાભ લેવા શ્રી દ્વારકેશ પુષ્ટિ સેવા સમિતિના પ્રમુખ અરવિંદભાઈ પાટડીયા- મો.૯૪૨૭૫ ૩૬૪૦૦ તથા સંગીતાચાર્ય  હરિકાંતભાઈ સેવક- ૦૨૮૧- ૨૪૬૦૧૭૩એ જાહેર નિમંત્રણ પાઠવેલ છે.

તસ્વીરમાં અરવિંદભાઈ પાટડીયા, બાબુલાલ ત્રિવેદી, મયુર પાટડીયા, ભરતભાઈ મદાણી, મોહિત રાણપરા, વિજયભાઈ રાણપરા, મયંક ભાટીયા અને મધુવન આડેસરા નજરે પડે છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)(૩૦.૭)

(3:31 pm IST)