Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

લેઉવા પટેલ સમાજનો સપ્‍ટેમ્‍બરમાં પંસદગી મેળો

ગેજયુએટ, ખોડખાડપણ, વિધવા, વિધુર, યુવક-યુવતિઓ ભાગ લઇ શકશેઃ ફોર્મ વિતરણ

રાજકોટઃ તા.૨૮, લેઉવા પટેલ સમાજ મોટેભાગે ગામડામાં રહે છે અને ખેતિ મુખ્‍ય ધંધો છે. અનિયમિત વરસાદ, પાકના રોગોના કારણે પુરતુ ખેત ઉત્‍પાદન મળતુ નથી અને ઉત્‍પાદનના પોષણક્ષમ ભાવો ન મળવાના કારણે ખેતિ ભાંગતી જાય છે. ઉપરાંત ગામડામાં ઉદ્યોગો ન હોવાના કારણે ગામડામાં પણ ભાંગતા જાય છે. આ બે મુખ્‍ય કારણોને લઇને આ સમાજ પોતાના દિકરા-દિકરીઓને શહેરમાં કામ ધંધા માટે સ્‍થિર કરવા માંગે છે. જેના કારણે ગામડામાં કોઇ પોતાની દિકરાને પરણાવવા માગતુ નથી આવા કારણોસર દિકરા-દિકરીની ઉમર લગ્ન કર્યા વગર વધતી જાય છે અને સામાજીક અવ્‍યવસ્‍થા ઉભી થયેલ છે.

 આવા સંજોગોમાં સમાજને ઉપયોગી થવા તેમજ લગ્ન વગર રહી ગયેલ યુવક-યુવતિઓને પોતાના જીવન સાથીને પંસદ કરવા માટે એક વિશાળ પ્‍લેટફોર્મ મળી રહે તે માટે લેઉઆ પટેલ  સમાજનો યુવક-યુવતિનો વેવિશાળ પરિચય કાર્યક્રમનું આયોજન તા.૨૩/૯ને  રવિવારે રાજકોટ ખાતે શ્રી સરદાર પટેલ સોશ્‍યલ ગૃપ (ગોલ્‍ડ) ભાગ લઇ શકશે. સાથે સાથે આ સમાજમાં ખોડ-ખાપણ ધરાવતા  વિકલાંગ યુવક-યુવતિ, વિધુર કે વિધવા ઉમેદવારો પણ આ વેવિશાળ પરિચય કાર્યક્રમમાં ભાગ લઇ શકશે. જે માટેના જરૂરી ભરવાના ફોર્મ જયાં લેઉઆ પટેલોની વસ્‍તી વધારે છે.  તેવા વિસ્‍તારોના ગામો, તાલુકા તથા જીલ્લા સ્‍થળોએથી વિના મુલ્‍યે મળી રહે તેવી વાતાવરણમાં કાર્યક્રમ યોજી આધુનિક ટેકનોલોજીનો તેમજ કોમ્‍પ્‍યુટરની મદદથી તમામ વિગતો મળી રહે તેવા સંપુર્ણ બાયોડેટાની ડીરેકટરી બનાવવામાં આવશે.

 ફોર્મ વિતરણના તથા ફોર્મ તેમજ ફી સ્‍વીકારવાના રાજકોટના સ્‍થળો (૧) નવદીપ એગ્રો ટ્રેડર્સ, ૧૨૯, રોયલ કોમ્‍પલેક્ષ, પહેલા માળે, ભુતખાના ચોક, ઢેબર રોડ, રાજકોટ વિનુભાઇ ભીકડીયા (મો.૯૪૨૬૬ ૧૭૯૧૭) (૨) છગનભાઇ સી.સાકરીયા, નાના મવા રોડ, નાના મવા સર્કલ પાસે, મારવાડી પાસે, રોયલ એવન્‍યુ સોસાયટી, બ્‍લોક નં.૨૬, (મો.૯૪૨૭૨ ૨૦૦૫૫) (૩) અક્ષર બોયઝ હોસ્‍ટેલ, જયોતિનગર મેઇન રોડ, શિવમ હોસ્‍પિટલ પાસે, ક્રિસ્‍ટલ મોલ પાછળ, કાલાવડ રોડ, રાજકોટ દિનેશભાઇ પટોડીયા (મો.૯૯૨૪૧ ૬૧૭૬૭) ભાગ્‍યેશભાઇ પટોડીયા (મો.૯૫૫૮૧ ૮૨૧૯૦), (૪) શ્રી સરદાર પટેલ કર્મચારી મંડળ, ૧૦૧, રામેશ્વર ચેમ્‍બર, ૪-મનહર પ્‍લોટ, મંગળા રોડ, રાજકોટ-૧ ફોનનં.(૦૨૮૧) ૨૪૬૭૦૭૦ (૫) ઓમ એસ્‍ટેટ, ઇન્‍દીરા સર્કલ પાસે, યુનિ. રોડ, રાજકોટ લવજીભાઇ સખીયા (મો.૯૪૦૮૭ ૦૯૦૧૮) (૬) () હિન્‍દુસ્‍તાન ઇલેકટ્રીક કોર્પોરેશન (હેવલ્‍સ ગેલેકસી) સાલ પ્‍લાઝા, આઇ.ઓ.સી. પેટ્રોલ પંપ સામે, રાજનગર મેઇન રોડ, નાના મવા રોડ, રાજકોટ

 આયોજનમાં પ્રોજેકટ ચેરમેન ભગવાનજીભાઇ મોણપરા (૯૮૨૫૨ ૪૩૧૪૦) જયેશભાઇ ચોવટીયા (૯૯૨૪૧૧૩૧૩૦), રાહુલભાઇ ગીણોયા (૯૪૨૬૨૧૬૨૮૮), ધવલભાઇ સોજીત્રા (૯૭૨૫૧૩૧૩૧૩), બી.ટી. કળથીયા (૯૮૨૫૨૨૫૮૪૦), પ્રફુલભાઇ ટીલાળા (૯૭૨૭૧ ૧૧૮૮૮), દિનેશભાઇ પટોળીયા (૯૯૨૪૧ ૬૧૭૬૭),  આર.જે. બોઘરા (૯૮૨૫૭૩૦૪૦૪), જી.કે.ગજેરા (૯૮૨૫૭ ૨૩૫૪૫), વલ્લભભાઇ કુંભાણી (૯૪૨૭૨ ૬૮૯૯૪), ધીરૂભાઇ ગજેરા (૯૯૨૫૮ ૧૯૧૪૨), છગનભાઇ સાકરીયા (૯૪૨૭૨ ૨૦૦૫૫), વિનુભાઇ ભીકડીયા (૯૪૨૬૬૧૭૬૧૭), અશોકભાઇ વઘાસીયા (૯૮૨૫૨૩૦૮૫૮), જયોત્‍સનાબેન ટીલાળા, સ્‍મિતાબેન ડોબરીયા, જયશ્રીબેન વરસાણી,  સનુબેન રીબડીયા અને મજુલાબેન સાવલીયા જહેમત ઉઠાવી રહયા છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(11:53 am IST)