Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

નવા દોઢસો ફુટ હોટલમાં રસોઇ બનાવવા બાબતે દેવીલાલ રાઠોડ પર છ શખ્‍સોનો હુમલો

રાજસ્‍થાનના યુવાનની ફરીયાદઃ હોટલમાં કામ કરતા બોબી યાદવ સહિત ૬ શખ્‍સો સામે રાયોટ અને એટ્રોસીટીનો ગુન્‍હો

રાજકોટ તા. ર૮ : નવાદોઢસો ફુટ રોડ પર કાઠીયાવાડી ડોટ કોમ હોટલમાં રસોઇ બનાવવા બાબતે ૬ શખ્‍સોએ ઝઘડો કરી હોટલના રસોઇ બનાવવાનુ કામ કરતા યુવાને જ્ઞાતી પ્રત્‍યે હડધુત કરી મારમારતા રીયાદ થઇ છે.
મળતી વિગત મુજબ ૧પ૦ ફુટ રીંગ રોડ પર આવેલ કાઠીયાવાડી ડોટકોમ હોટલમાં રહેતો અને રસોઇ બનાવવાનું કામ કરતા રાજસ્‍થાનના દેવીલાલ લચ્‍છીરામભાઇ રઠોડ (ઉ.ર૦) ગત તા. ર૩ ના રોજ ભૈરારામ લારામ રાઠોડ, દેવારામ વેણારામ નાગદા, ઉલાસીબેન દેવરામ નાગદા, તુલીસબેન કાલુરામ ગેહલોત હોટલે હતા અને પોતે તથા ભૈરારામ રાઠોડ રસોડામાં રીંગણા તળતો હતો ત્‍યારે બોબી યાદવ આવીને કહેલ કે ‘મારે મચ્‍યુરીયન બનાવવાનું છે.તુ તારૂ કામ પછી કરજે' તેમ કહેતા દેવલાલે કહેલ કે રીંગણા તળાઇ જાય પછી મંચ્‍યુરીયન બનાવી લેજો તેમ કહેતા બોબી યાદવે ગેસ બંધ કરી દઇ ઝાપટ મારી દેતા સાથે કામ કરતો ભૈરારામ વચ્‍ચે પડી બોબી યાદવ એકદમ ગુસ્‍સે થઇ રસોડાની બહાર જઇને તેના વતનના માણસોને ફોન કરતા પાંચ શખ્‍સો ઘસી આવ્‍યા હતાં. અને રસોડામાં ઘુસીને ઝઘડો કરી પાઇપ, લાકડી અને લોખંડના સળીયા વડે હૂમલો કર્યો હતો. અને ભૈરારામને માથામાં તવીથો ફટકારી દીધો હતો. તેમ જ દેવારામ નાગદા, ઉલાસીબેન નાગદા, અને તુલીબેન ગેહલોતને પણ માર માર્યો હતો. બાદ જ્ઞાતી પ્રત્‍યે હડધુત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતાં. આ બનાવની જાણ થતા ભીલ સમાજના પ્રમુખ દર્શનભાઇ, વોર્ડ નં. ૧ ના અગ્રણી આનંદભાઇ વાગડીયા, મહિલા અગ્રણી વાસ્‍વીબેન સોલંકી સહિતના આગેવાનોએ આ ઇજાગ્રસ્‍ત દેવીલાલ રાઠોડ અને પરિવારને શોધીને તેને સાથે રાખી યુનિવર્સિટી પોલીસ મથકમાં બોબી યાદવ તથા પાંચ અજાણ્‍યા શખ્‍સો વિરૂધ્‍ધ રાયોટ અને એટ્રોસીટી એકટની કલમ હેઠળ ફરીયાદ નોંધાવતા એસ. ટી. એસ. સી. એલ.ના ડીવાયએસપી બારૈયાએ તપાસ આદરી છે.  

 

(4:22 pm IST)