Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

રૈયા રોડ શિવાલીક કોમ્‍પ્‍લેક્ષ સામે એકટીવામાં બીયરના ૧૦ ટીન સાથે હેરલ્‍ડ ડીસોઝા પકડાયો

ક્રાઇમ બ્રાંચનો દરોડો : પ્રૌઢ બીયરના ટીન વેંચવા માટે નિકળ્‍યો'તો

 

રાજકોટ, તા. ર૮ :  રૈયા રોડ પેરેડાઇઝ હોલ રોડ પર ક્રાઇમબ્રાંચે બાતમીના આધારે દરોડો પાડી એકટીવામાં બીયરના ૧૦ ટીન સાથે પ્રૌઢને ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ રૈયા રોડ પર એક શખ્‍સ એકટીવામાં દારૂ સાથે નિકળ્‍યો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચના પી.આઇ. વાય.બી. જાડેજા તથા જે.વી. ઘોળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. બી.વી. બોરીસાગર, હેડ કોન્‍સ. સહદેવસિંહ રાઠોડ, જયદેવસિંહ પરમાર સહિતે રૈયા રોડ પેરેડાઇઝ હોલ, શિવાલીક કોમ્‍પ્‍લેક્ષ સામે જી.જે. ૩ જે. કે. ર૪ નંબરના એકટીવાને રોકી તલાશી લેતા એકટીવાની ડેકીમાંથી રૂા. ર૦૦ ની કિંમતના બીયરના ૧૦ ટીન મળી આવતા કિડવાઇનગર શેરી નં. ૩/૭માં રહેતા હેરલ્‍ડ એન્‍થોની ડીસોઝા (ઉ.વ.પ૧) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી. પુછપરછમાં હેરલ્‍ડ બીયરના ટીમ ડીલવરી કરવા નીકળયો હતો. તે પ્રાઇવેટ નોકરી કરે છે. (૯.૧૭)

(3:47 pm IST)