Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

જીવદયાપ્રેમી જૈન અગ્રણી સ્‍વ. વસંતબા મોદીની પુણ્‍યતીથીએ ૩૦ અબોલ જીવોને નવી જીંદગી

રાજકોટ તા. ૨૮ : સામાજીક અગ્રણી જૈન જીવદયા પ્રેમી ઉપેનભાઇ મોદીના માતુશ્રી સ્‍વ. વસંતબાની ચતુર્થ પૂણ્‍યતીથી નિમિતે ૩૦ અબોલ જીવોને ઉપેનભાઇ મોદીના સહકારથી  પ્રકાશભાઇ મોદી, વિરેન્‍દ્રભાઇ સંઘવી અને નિરવભાઇ સંઘવી દ્વારા રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળમાં સોંપી નવી જીંદગી અપાઇ હતી.

ઉલ્લેખનીય છે કે સ્‍વ. વસંતબાએ ૩૫ વર્ષથી શાલીભદ્ર સરદારનગર સ્‍થાનકવાસીમાં અવિરતપણે મહીલા મંડળના પ્રમુખ તરીકે સેવાઓ આપી હજારો યુવક યુવતિઓને જીવદયા માટે તૈયાર કરી ઉચ્‍ચ સંસ્‍કારોનું સિંચન કરતા કરતા જીવદયાની અનેરી જયોત જલાવી હતી. ઉપરાંત સાધુ સાધ્‍વીજીઓની વૈયાવચ્‍ચ, જૈન ધર્મના સિધ્‍ધાંતોની ઉંડાણપૂર્વકની સમજ અને બૃહદ મુંબઇ સ્‍થાનકવાસી સંઘ દ્વારા લેવાતી ધાર્મિક પરીક્ષાનું પણ તેઓ સંચાલન કરતા. રાજકોટ મહાજશ્રીની પાંજરાપોળ માટે તેઓને અથાક લગાવ હતો. ગૌમાતાની સેવા તેમના રોમેરોમમાં વસેલી હતી.

માતુશ્રી સ્‍વ. વસંતબાના પગલે ચાલી સ્‍વ. રાજનભાઇ મોદી, ઉપેનભાઇ મોદી, બીનાબેન મોદી, સંધ્‍યાબેન મોદી, મીહીરભાઇ મોદી, અપૂર્વભાઇ મોદી પણ જીવદયા સેવાના અને પરોપકારના કાર્યો કરી રહ્યા છે.

(3:45 pm IST)